દુનિયા જીતવાના પોતાના સપનાની આડે જે કોઈપણ આવ્યા તેને મોતને ઘાટ ઉતારનાર સિકંદર કોણ હતો? એક મહાન રાજા કે ખૂંખાર કાતિલ?- વાંચો
સિકંદરની કહાની પણ ઔરંગઝેબ જેવી ખૂંખાર છે. આજ સુધી તમે સિકંદરને એ જ ચશ્મા સાથે જોયો છે કે તે એક મહાન રાજા હતો. આજે આપને જણાવશુ કે સિકંદરના હાથે કેટલા લોકોની હત્યા થઈ, કેટલો કત્લેઆમ થયો, કેટલા સામ્રાજ્યો તબાહ થયા અને કેટલી હદ સુધી તેણે નિર્દયતા બતાવી.

ઈતિહાસમાં એક રાજા થયો, જે બાળપણથી જ બહાદુર હતો. તેણે બાળપણથી જ યુદ્ધો જોયા હતા. આ જંગોને જોઈને તેના પર નશો સવાર થઈ ગયો યુદ્ધો જીતવાનો. રાજા બનતા પહેલા જ તેણે અનેક યુદ્ધો લડ્યા. પરંતુ જ્યારે વાત આવી સિંહાસન પર આસિન થવાની તો રાજાએ એવો કત્લેઆમ મચાવ્યો કે લોકો જોતા જ રહી ગયા. તેણે પોતાના ભાઈઓને વીણી-વીણીને મારી નાખ્યા. જે કોઈપણ તેના રસ્તામાં આવ્યા તેને ખતમ કરી દીધા. ત્યાં સુધી કે તેણે તેના પિતાને પણ ન છોડ્યા અને રાજગાદી માટે તેને પણ ખતમ કરી દીધા. રાજગાદી માટે તેણે એ દરેક દાવેદારને ખતમ કરી દીધા અને પોતાના સિંહાસનને હંમેશને માટે સિક્યોર કરી લીધુ. પોતાના સપનાની આડે જે કોઈ આવ્યુ તેનો સિકંદરે સફાયો કર્યો જ્યારે તે બાદશાહ બન્યો તો ત્યારે પણ તેણે ખૂબ કત્લેઆમ મચાવી. મોટા પાયે યુદ્ધો લડ્યા...