19 વર્ષની ઉંમરે મારી સગાઈ થઈ ગઈ હતી..યુઝવેન્દ્ર ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ RJ Mahvashનો ચોંકાવનારો ખુલાસો
તાજેતરના ઈન્ટરવ્યુમાં RJ મહવશે તેની રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું હતુ કે તે હાલમાં સિંગલ છે અને આજની દુનિયામાં લગ્નના વિચાર પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન મોટો ખુલાસો પણ કર્યો હતો.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા પછી બંને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. ધનશ્રી તેના કામમાં વ્યસ્ત છે ત્યારે યુઝવેન્દ્ર ચહલનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવે છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

તાજેતરના ઈન્ટરવ્યુમાં RJ મહવશે તેની રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું હતુ કે તે હાલમાં સિંગલ છે અને આજની દુનિયામાં લગ્નના વિચાર પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. મહવશે કહ્યું કે તે એવા લોકોમાંથી એક છે જેઓ ડેટિંગથી સીધા લગ્ન તરફ કરતા હોય, કારણ કે તે કેઝ્યુઅલ ડેટમાં વિશ્વાસ નથી કરતી.

RJ મહવશે આગળ વાતચીત દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે 19 વર્ષની ઉંમરે સગાઈ કરી લીધી હતી. જો કે, તેમની સગાઈ ફળી ન હતી અને બે વર્ષ પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો.

RJ મહવશે એ પણ જણાવ્યું કે તે અલીગઢના નાના શહેરથી છે. જ્યાં લોકોની વિચારસરણી એવી છે કે છોકરો શોધો અને લગ્ન કરો અને સેટલ થવા પર ધ્યાન આપો. આને જીવનનું લક્ષ્ય માનવામાં આવે છે.

અંતે, RJ મહવશે એ પણ ખુલાસો કર્યો કે તે લગ્નના ખ્યાલને સમજી શકતી નથી. આ કારણોસર, તે એક સારા છોકરા સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે તેને ડેટ કરશે. એટલે કે સ્પષ્ટ છે કે RJ મહવશે લવ મેરેજની તૈયારી કરી રહી છે.

જોકે બે દિવસ પહેલા RJ મહવશનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ભવિષ્યમાં થનારા પતિ પર વાત કરી રહી હતી, અને આગળ કહ્યું કે જો કોઈ છોકરો મારી લાઈફમાં આવશે તો તે માત્ર એક જ હશે... તે મારો મિત્ર હશે, મારો બેસ્ટ ફ્રેન્ડ હશે, તે મારો બોયફ્રેન્ડ હશે અને તે જ મારો પતિ હશે.

મહવિશની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'ઈતિહાસ સાક્ષી છે કે યુજી ભાઈએ તમારી દરેક પોસ્ટ પર સૌથી પહેલા લાઈક કર્યું છે.'
‘મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે’ ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































