Breaking News : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.
સુરતમાં વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિને કોર્ટે આજે દોષિત ઠરાવ્યા છે. સુરત કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર થયા છે.
અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો. દુષ્કર્મ ગુનામાં અઠવા પોલીસે કરી હતી ધરપકડ. ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે. વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
