ટ્રમ્પનો નવો કાયદો, સરકારી કર્મચારી માટે ચીની નાગરિકો સાથે રોમાન્સ-સેક્સ પર પ્રતિબંધ
નવા કાયદાના પ્રતિબંધથી પરિચિત એવા બે સરકારી કર્મીએ, સમાચાર સંસ્થા એપીને જણાવ્યું કે, નવી નીતિની સૌપ્રથમ ચર્ચા ગયા ઉનાળામાં થઈ હતી.

યુ.એસ. સરકારે, ચીનમાં નિયુક્ત યુ.એસ. સરકારી કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને સુરક્ષા મંજૂરી ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચીની નાગરિકો સાથે કોઈપણ પ્રકારના રોમાન્સ અથવા જાતીય સંબંધ બાંધવા પર પ્રતિબંધ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘એસોસિએટેડ પ્રેસ’ (એપી)ને, આ પ્રતિબંધ અંગેની માહિતી મળી છે.
આ બાબતથી પરિચિત ચાર લોકોએ, નામ ના આપવાની શરતે, એસોસિએટેડ પ્રેસને આ નીતિ વિશે જણાવ્યું, જે જાન્યુઆરીમાં યુએસ એમ્બેસેડર નિકોલસ બર્ન્સ ચીન છોડે તે પહેલાં લાગુ કરવામાં આવી હતી. કેટલીક યુએસ એજન્સીઓએ આવા સંબંધો અંગે પહેલાથી જ કડક નિયમો લાદયા છે. જોકે, અન્ય દેશોમાં અમેરિકન રાજદ્વારીઓ માટે સ્થાનિક લોકો સાથે ડેટ કરવી, રોમાન્સ કરવા અને લગ્ન પણ કરવા એ અસામાન્ય નથી.
ગયા ઉનાળામાં મર્યાદિત સ્વરૂપમાં લાગુ કરાયેલી આ નીતિમાં યુએસ કર્મચારીઓને ચીનમાં યુએસ દૂતાવાસ અને પાંચ કોન્સ્યુલેટમાં ગાર્ડ અને અન્ય સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ચીની નાગરિકો સાથે “રોમેન્ટિક અને જાતીય સંબંધો” રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધથી પરિચિત બે લોકોએ એપીને જણાવ્યું કે નવી નીતિની સૌપ્રથમ ચર્ચા ગયા ઉનાળામાં થઈ હતી. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પરની પ્રતિનિધિ ગૃહની પસંદગી સમિતિએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ના હતો.
નવી નીતિમાં મુખ્ય ભૂમિ ચીનમાં યુએસ રાજદ્વારી મિશનનો સમાવેશ થાય છે, જેમાં બેઇજિંગમાં દૂતાવાસ અને ગુઆંગઝુ, શાંઘાઈ, શેન્યાંગ અને વુહાનમાં કોન્સ્યુલેટ તેમજ હોંગકોંગના અર્ધ-સ્વાયત્ત ક્ષેત્રમાં યુએસ કોન્સ્યુલેટનો સમાવેશ થાય છે. આ ચીનની બહાર તહેનાત યુએસ કર્મચારીઓને આ પ્રતિબંધ લાગુ પડતો નથી.
જાસૂસીનો ડર કે રાજદ્વારી કડકાઈ?
નિષ્ણાતો કહે છે કે, ચીનની સરકારી એજન્સીઓ ઘણીવાર સામાન્ય નાગરિકો પર દબાણ લાવીને તેમની પાસેથી ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. નિષ્ણાતોના મતે, ચીનની ગુપ્તચર એજન્સી (MSS) અમેરિકન રાજદ્વારીઓને ફસાવવા માટે ‘હની ટ્રેપ’ રણનીતિનો ઉપયોગ કરી શકે છે. ચીનમાં તહેનાત થયા પહેલાં અમેરિકન અધિકારીઓને આવા કેસોથી સતર્ક રહેવાની તાલીમ પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમેરિકી સરકારે આ પગલું ભરીને તેમના અધિકારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. હવે જો કોઈ અમેરિકન અધિકારી આ નિયમ તોડે છે, તો તે પોતાની નોકરી ગુમાવી શકે છે.
વિદેશમાં આકાર પામતી અવનવી ઘટનાઓ અને સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.