Breaking News: ડીસા ફટાકડા ફેક્ટરીના માલિક દીપક સિંધીની ધરપકડ, આગના તાંડવમાં હોમાઈ 21 જિંદગી, CM દ્વારા 4 લાખની સહાયનો મલમ
બનાસકંઠાના ડીસામાં ઢૂંવા રોડ પર આવેલી ફેક્ટરીમાં સર્જાયેલા આગના તાંડવમાં 21 જિંદગીઓ ભડથુ ગઈ છે. હાલ ફરાર થયેલા ફેક્ટરી માલિક દીપક સિંધીની ઈડર નજીક થી ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે રીતે ચાલતી ફટાકડીમાં દારૂગોળામાં થયેલો બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે ગોડાઉનની છત સુદ્ધા ઉડી ગઈ હતી અને જમીનદોસ્ત થયા હતા. હાલ આ દુર્ઘટાનાની તપાસ માટે પાંચ પોલીસ અધિકારીઓની SIT બનાવવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફેક્ટરીમાં લાક્ષાગૃહ જેવા દૃશ્યો સર્જાયા. ગેરકાયદે રીતે ધમધમતી આ ફટાકડાની ફેક્ટરીમાં એક દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થયો અને આજુબાજુમાં ભીષણ આગ ફેલાઈ ગઈ હતી. ભોગ બનનાર એક પીડિતે જણાવ્યુ કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે અમને કંઈ જ દેખાતુ ન હતુ. અમારામાંથી અનેક લોકો બેભાન થઈ ગયા હતા અને જ્યાં નજર પડે ત્યા માત્ર આગ જ દેખાઈ રહી હતી. આ સાંભળીને કલ્પના પણ ન કરી શકાય કે કેટલી હદે પ્રચંડ બ્લાસ્ટ થયો હશે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે સવારે જ્યારે આગ લાગી ત્યારે 5 લોકોના મોત થયા હતા જે બાદ મોતનો આંક સતત વધી રહ્યો હતો અને હાલ મૃત્યુ આંક 21 એ પહોંચી ગયો છે. અને હજુ 6 થી 7 લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા તમામ લોકો ગંભીર રીતે દાઝેલા છે.
ગેરકાયદે ફેક્ટરીમાં બાળમજૂરી પણ થતી હોવાનો ઘટસ્ફોટ
આ બ્લાસ્ટને કારણે બાજુના ગોડાઉનનું આખેઆખુ ધાબુ જમીનદોસ્ત થયુ હતુ. જેના કારણે એકાએક છત નીચે પડવાથી કાટમાળ નીચે દબાવાથી પણ અનેક લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 3 થી 4 સગીરોનો પણ સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે એક તો ફટાકડા બનાવવાના લાઈસન્સ વિના ફેક્ટરીમાં ફટાકડા બનતા હતા અને સાથોસાથ બાળમજૂરી પણ થતી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ફેક્ટરી માલિકની આટલી હિંમત આવી ક્યાંથી? તેના પર કોના ચાર હાથ હતા તે મોટો સવાલ છે?
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો 4 લાખની સહાયનો મલમ
હાલ આ સમગ્ર ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી તમામ મૃતકોના પરિજનોને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ સમગ્ર ઘટના અંગે CMએ જણાવ્યુ કે “ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.”
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2025
આ તરફ આ સમગ્ર દુર્ઘટના અંગે પીએમઓ દ્વારા પણ મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદના પાઠવવામાં આવી છે. અને મૃતકોના સ્વજનોને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.
Deeply saddened by the loss of lives in the explosion at a firecracker factory in Banaskantha, Gujarat. Condolences to those who lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would…
— PMO India (@PMOIndia) April 1, 2025
“પહેલા સુરત, રાજકોટ અને હવે ડીસા… સરકારને કંઈ ચિંતા જ નથી”- શક્તિસિંહ ગોહિલ
હાલ કોંગ્રેસે આ દુર્ઘટના મામલે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી કે ગુજરાતમાં વારંવાર આ પ્રકારની ઘટના બને છે. જેમા સુરતનું તક્ષશીલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. આ તમામ ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગયા છતા સરકારને કોઈ ચિંતા જ નથી.
“આ દુર્ઘટના દર્શાવે છે વહીવટીતંત્રની મોટી ચૂક”: ગેનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠા
આ તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી કે આ વહીવટીતંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યુ એ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે. એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા હું રજૂઆત કરીશ. વધુમાં તેમણે ઉમેર્યુ કે જો રાજકોટની ઘટના બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત.
આ દુર્ઘટનાની તપાસ માટે પાંચ પોલીસ અધિકારીઓની SIT બનાવવામાં આવી છે. જેમા જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.
ડીસા દુર્ઘટનામાં SITની રચના
ડીસા દુર્ઘટનામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.
ફેક્ટરી માલિક દીપક સિંધીની ઈડરથી ધરપકડ
આ ઘટના બાદ ફેક્ટરી માલિક દીપક સિંધી ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે બનાસકાંઠા ચેકપોસ્ટ ગોઠવી ઈડર પાસે મહારાણા પ્રતાપ ચોક પરથી ઝડપી લીધો છે.
Input Credit- Atul Trivedi, Dinesh Thakor- Deesa