IPL 2025 : હૈદરાબાદને મોટો ઝટકો આપનાર વૈભવ અરોરા કોણ છે, પ્લેયર ઓફ ધ મેચ બન્યો
કેકઆરનો ફાસ્ટ બોલર વૈભવ અરોરા સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચમક્યો છે. વૈભવ અરોરા પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો છે. તો ચાલો જાણીએ કે, કેકેઆરનો બોલર વૈભવ અરોરા કોણ છે.

આઈપીએલ 2025ની 15મી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હાર આપી હતી. આ મેચમાં કોલકત્તાની બોલિંગ અને બેટિંગ શાનદાર રહી હતી.વૈભવ અરોરા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

વૈભવ અરોરાએ આ મેચની શરુઆતમાં ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનને આઉટ કર્યા હતા. જ્યારે મેચમાં છેલ્લે હનરિક ક્લાસેનને આઉટ કરી પોતાની ટીમને જીત અપાવી હતી. હૈદરાબાદે વૈભવ અરોરાને 4 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં એક ઓવર મેડન હતી.

14 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણાના અંબાલામાં જન્મેલો વૈભવ હિમાચલ પ્રદેશ વિરુદ્ધ ઘરેલું ક્રિકેટ રમતો હતો. ફાસ્ટ બોલરે 2002માં પંજાબ કિંગ્સ સાથે આઈપીએલ કરિયરની શરુઆત કરી હતી. જેમાં 5 મેચ રમી હતી.2023 થી વૈભવ કેકેઆરની ટીમનો ભાગ છે. તેમણે 19 મેચ રમી અને 25 વિકેટ લીધી છે.

આઈપીએલ 2024ની સીઝન પણ તેના માટે શાનદાર રહી હતી. 10 મેચમાં 11 વિકેટ લીધી હતી.વૈભવે 2019માં સૌરાષ્ટ્ર વિરુદ્ધ રણજી ટ્રોફીમાં પોતાના ડ્રોમેસ્ટિક ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી.

ત્યારબાદ 2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં છત્તીસગઢ સામે ટી20 ડેબ્યુ કર્યું હતુ.

આ દરમિયાન આઈપીએલ ફ્રેન્ચાઈઝીનું ધ્યાન વૈભવ પર પડ્યું હતુ.વૈભવની બોલિંગ જોઈ કેકેઆર, મુંબઈ અને રાજસ્થાને તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો. 2021માં કેકેઆરે તેને ઓક્શનમાં 20 લાખમાં પોતાની ટીમમાં લીધો હતો.

પરંતુ આ દરમિયાન તેમણે એક પણ મેચ રમી ન હતી. 2022માં પંજાબનો ભાગ બન્યો 2023માં કેકેઆરે ટીમમાં લીધો ત્યારથી વૈભવ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે.

2025ના આઈપીએલ ઓક્શનમાં હરિયાણાના આ ફાસ્ટ બોલરને કેકેઆરે 1.8 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. અત્યારસુધી વૈભવે 4 મેચ રમી અને 8 વિકેટ લીધી છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
