Surat: સુરતમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી, નવા વિસ્તારોમાં દોડાવાશે

બે BRTS કોરિડોર પર 29 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી દિવસોમાં મનપા પાસે હજુ વધી ઇલેક્ટ્રિક બસોનો સપ્લાય આવવાની શક્યતા છે

Surat: સુરતમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી, નવા વિસ્તારોમાં દોડાવાશે
સુરત મનપાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:04 AM

Surat: શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવવા સુરત મહાનગરપાલિકા (SMC) પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. અને આ માટે સુરત મનપાએ ઇલેક્ટ્રિક બસો (Electric Bus) દોડાવવાની શરૂઆત કરી છે. આજે સુરતમાં દોડતી ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 29 પર પહોંચી ગઈ છે.

શહેરમાં પાલ કામરેજ (Pal Kamrej) અને જહાંગીરપુરા પાંડેસરા (jahangipura pandesara) સુધીના BRTS કોરીડોરમાં મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ રુટોની પસંદગી કરવામાં આવી છે. અને તેમાં પણ હવે નવા વિસ્ફટરોમાંથી પણ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કનેક્ટિવિટી મળી રહે તે ધ્યાનમાં રાખીને નવા રૂટો તૈયાર કરવામાં આવ્યા છે.

ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને સામુહિક માર્ગ પરિવહનની સેવાઓનો ભોળો ઉપયોગ શહેરીજનો કરી શકે તે હેતુથી મનપા દ્વારા તબક્કાવાર સીટી બસ અને બીઆરટીએસ બસ સર્વિસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ખાસ કરીને શ્રમિક વગરના લોકો દ્વારા બસનો મહત્તમ ઉપયોગ થતો હોવાથી મનપા દ્વારા શહેરના અને શહેરની પેરાફેરીમાં સ્થિત ઔધોગિક વિસ્તારો સાથે મહત્તમ કનેક્ટિવિટી થઇ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને રુટોની પસંદગી કરવામાં આવી રહી છે.

અત્યારે બે BRTS કોરિડોર પર 29 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી દિવસોમાં મનપા પાસે હજુ વધી ઇલેક્ટ્રિક બસોનો સપ્લાય આવવાની શક્યતા છે તેથી તબક્કાવાર આ રીતે શહેરના રૂટો પર ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવશે.

નોંધનીય છે કે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને શહેરમાં પોલ્યુશનનું પ્રમાણ ઓછું થાય તેવા હેતુ સાથે મનપાએ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સેવામાં સીટી બસ અને બીઆરટીએસ બસસેવાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે હવે પાલિકા ધીરે ધીરે ઇલેક્ટ્રિક બસોના ઉપયોગ તરફ પણ વળી રહી છે. આ સાથે જ ઇલેક્ટ્રિક બસોં સાથે જ નવા રૂટ વધારવા માટે પણ ખાસ કરીને શ્રમિક લોકો ઔધોગિક વિસ્તારોમાંથી આ બસસેવાનો મહત્તમ ફાયદો લઇ શકે તેવા આયોજનો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mangal Rashi Parivartan 2021: 20 જુલાઇથી ગ્રહોના સેનાપતિ મંગળનું સિંહ રાશિમાં ભ્રમણ, જાણો કઈ 4 રાશિઓ પર છે મોટી આફત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">