સૂતા પહેલા અનપ્લગ કરો આ 6 ગેજેટ્સ, બચાવશે હજારોનું વીજળીનું બિલ
unpluge gadgets at night: જો તમે વધારે ઈલેક્ટ્રિશિટીનો ઉપયોગ ના કરતા હોવ તેમ છત્તા તમારી વીજળીનું બિલ વધારે આવે છે તો તેના પાછળ જવાબદાર રાતે સૂતી વખતે પણ સોકેટમાં પ્લગ કરેલ વસ્તુઓ હોય શકે છે. કેટલાક ઉપકરણો અને ગેજેટ્સ તમારા વીજળીના બિલને અસર કરે છે.

જો તમારું વીજળીનું બિલ વધારે આવતુ હોય, તો તેની પાછળ જવાબદાર તમારો ઈલેક્ટ્રિશીટીનો યુઝ વધારે હોઈ શકે છે, પણ જો તમે વધારે ઈલેક્ટ્રિશિટીનો ઉપયોગ ના કરતા હોવ તેમ છત્તા તમારી વીજળીનું બિલ વાધારે આવે છે તો તેના પાછળ જવાબદાર રાતે સૂતી વખતે પણ સોકેટમાં પ્લગ કરેલ વસ્તુઓ હોય શકે છે. કેટલાક ઉપકરણો અને ગેજેટ્સ તમારા વીજળીના બિલને અસર કરે છે. આથી સૂતા પહેલા તમારે આ ગેજેટ્સને અનપ્લગ કરવા જરુરી છે ત્યારે ચાલો જાણીએ તે કયા ઉપકરણ છે.

આમ કરવાના ત્રણ ફાયદા થશે. સૌથી સીધો ફાયદો તમારું વીજળી બિલ પર આવશે, બીજો ફાયદો તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય છે, અને તે તમારા ગેજેટ્સ અને ઉપકરણોનું આયુષ્ય પણ લાંબુ થશે

રાઉટરને અનપ્લગ કરો: સૂતા પહેલા તમારે તમારા વાઇફાઇ રાઉટરને અનપ્લગ કરવું જોઈએ. આની તમારી ઊંઘ પર ઊંડી અસર પડે છે. હકીકતમાં, જ્યારે તમારું રાઉટર આખી રાત ચાલતું હોય છે, ત્યારે તેમાંથી નીકળતા તરંગો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તેમજ રાઉટર ચાલુ રહેવાથી તે બેકગ્રાઉન્ડમાં કાર્ય કરતુ રહે છે અને તે નેટ માટે તરંગો પકડતુ રહે છે આથી તે તમારા વીજળીના બિલમાં પણ વધારો કરે છે.

ફોન અથવા લેપટોપ ચાર્જરને અનપ્લગ કરો: ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ઘરે રાતે સૂતા સમયે તેમના મોબાઇલ અથવા લેપટોપ ચાર્જરને ચાર્જમાં મુકીને સૂઈ જાય છે અને સવારે બંધ કરે છે. આમ કરવાથી ચાર્જર ઓછી માત્રામાં વીજળીનો વપરાશ કરવાનું ચાલુ રાખે છે. વધુમાં, ચાર્જરમાં આગ લાગવા અને બ્લાસ્ટ થવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આવી પરિસ્થિતિઓમાં, સૂતા પહેલા બધા ચાર્જર્સને અનપ્લગ કરવાથી તમને વીજળીના બીલમાં પણ ઘટાડો થાય છે.

શિયાળા દરમિયાન ઘરોમાં ગીઝર હીટરનો ઉપયોગ: લોકો ઘણીવાર આ ઉપકરણોના પ્લગને સોકેટમાં પ્લગ કરેલા છોડી દે છે. ધ્યાનમાં રાખો કે આ ઉપકરણો ઉચ્ચ વોલ્ટેજનો ઉપયોગ કરે છે, અને તેમને પ્લગ ઇન રાખવાથી તમારું વીજળી બિલ વધી શકે છે એટલું જ નહીં પણ ખતરનાક પણ બની શકે છે. હીટર ચાલુ હોવાથી ગૂંગળામણ અને ગીઝર ચાલુ રાખવાથી ફાટવાના બનાવો સામાન્ય છે. તેથી, આ ઉપકરણોને સોકેટની બહાર રાખવા એ સમજદારીભર્યું છે.

તમારા સ્માર્ટ ટીવીને અનપ્લગ અને બંધ કરો: તમારે સૂતા પહેલા તમારા સ્માર્ટ ટીવીને પણ અનપ્લગ કરવું જોઈએ. ઘણીવાર, લોકો ફક્ત રિમોટથી તેમના સ્માર્ટ ટીવી બંધ કરી દે છે. આમ ટીવી બંધ થતું નથી અને તેને સ્ટેન્ડબાય મોડ પર ચાલુ રહે છે. આ માત્ર વીજળીનો વપરાશ જ નથી કરતું પણ ટીવીનું આયુષ્ય પણ ઘટાડે છે.

એક્સ્ટેંશન કોર્ડ અને મલ્ટિપ્લગ અનપ્લગ કરો: ઘણીવાર, જ્યારે સોકેટ્સ દુર્લભ હોય અથવા કાર્યક્ષેત્રથી દૂર હોય, ત્યારે લોકો એક્સ્ટેંશન કોર્ડ અથવા મલ્ટિપ્લગનો ઉપયોગ કરે છે. જો કે, આ એક્સટેન્શન કોર્ડ અને મલ્ટિપ્લગને ઉપયોગ પછી તરત જ અનપ્લગ કરવા જોઈએ. ઘણા બધા ઉપકરણોને એક જ પ્લગ સાથે કનેક્ટ કરવાથી ઉપકરણ પરનો ભાર વધે છે, અને તેમના માટે વધુ ગરમ થવું સામાન્ય છે. તેથી, તેમને પ્લગ ઇન રાખવા એ તમારા વીજળી બિલ અથવા તમારા ઘરની સલામતી માટે સારું નથી.
એન્ડ્રોઇડ ફોનમાં Safe Mode શું હોય છે ? ક્યારે ઉપયોગ કરવો અને કેવી રીતે, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
