ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા હિમ વર્ષાની આગાહી કરવામાં આવી.મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્નોફોલની મજા માણવા ઉમટી પડ્યા. આગામી સમયમાં હજુ વધારે ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમ વર્ષાની શરૂઆત.ગુલમર્ગ, સોનમર્ગ અને ગુરેઝ ખીણ સહિતના વિસ્તારમાં હિમ વર્ષા.3 ઈંચ સુધી બરફ વરસી જતા ચારેય તરફ બરફની ચાદરો છવાઈ..ત્રણ દિવસ મેદાની વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી. શ્રીનગર સહિતવા વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ખીણમાં ઠંડીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી.31 ડિસેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હળવો બરફવર્ષા શક્ય છે. આગામી દિવસોમાં કાશ્મીરના મેદાની વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.