20 Dec 2025

1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીએ રોકાણકારોને ખુશખબરી આપી 

મલ્ટિબેગર સ્મોલકેપ સ્ટોક તેના રોકાણકારોને બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે. 

મલ્ટિબેગર સ્ટોક

બાસમતી ચોખાના વ્યવસાય સાથે જોડાયેલી અગ્રણી કંપનીએ બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ જાહેર કરી છે.

બોનસ શેર

કંપનીની એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, રેકોર્ડ તારીખ બુધવાર (24 ડિસેમ્બર) નક્કી કરવામાં આવી છે. 

રેકોર્ડ તારીખ કઈ?

ટૂંકમાં, જે રોકાણકારોના ડીમેટ ખાતામાં 24 ડિસેમ્બર સુધી આ કંપનીના શેર હશે, તેઓ આ બોનસ શેરનો લાભ મેળવી શકશે.

કોને મળશે આનો 'લાભ'?

કંપનીએ 2:1 ના રેશિયોમાં બોનસ શેર ઓફર કરવાની યોજના જાહેર કરી છે. આનો અર્થ એ થયો કે, 1 જૂના શેર ઉપર કંપની 2 નવા બોનસ શેર મફતમાં આપશે.

1 શેર ઉપર '2 શેર' ફ્રી!

GRM ઓવરસીઝ સ્ટોક રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયો છે. આ સ્મોલ-કેપ સ્ટોકે છેલ્લા 1 વર્ષમાં 139% નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. 

1 વર્ષમાં 139% જેટલું રિટર્ન

વર્ષ 2025 માં અત્યાર સુધીમાં આ શેરમાં 135% નો વધારો થયો છે. શુક્રવારે, તેના શેર ₹470.00 પર બંધ થયા હતા. 

135% નો વધારો થયો

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો