AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર પર બોલ્યા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, ભારત સામે ટકવું મુશ્કેલ હતુ, પરંતુ અલ્લાહ મદદે આવ્યા

અસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની કારમી હાર છુપાવવા માટે હવે "દિવ્ય મદદ" આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તેમને અલ્લાહની મદદ મળી હતી અને તેઓએ તે આવતી જોઈ અને અનુભવી હતી.

ઓપરેશન સિંદૂર પર બોલ્યા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, ભારત સામે ટકવું મુશ્કેલ હતુ, પરંતુ અલ્લાહ મદદે આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2025 | 2:35 PM
Share

પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, અમેરિકાના ખોળામાં બેઠા બાદ ઓપરેશન સિંદૂર વિશે હવે જાહેરમાં અવારનવાર નિવેદનો આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં કારમી હાર પછી, તેમણે હવે પાકિસ્તાનની જનતાને ગેરમાર્ગે દોરવા માટે હવે એક નવું ગાણું ગાવાનું શરૂ કર્યું છે. અસીમ મુનીરે હવે પોતાની વ્યૂહાત્મક નિષ્ફળતાઓ છુપાવવા માટે, અલ્લાહનું શરણું લીધુ છે. રાવલપિંડીના મુખ્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, અસીમ મુનીરે એક એવું નિવેદન આપ્યું હતું કે જેની હવે ચોમેર વ્યાપક ટીકા ટિપ્પણી થઈ રહી છે.

રાવલપિંડીના કાર્યક્રમને સંબોધતા, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે અંધશ્રદ્ધા અને દિવ્ય હસ્તક્ષેપનો ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે, જ્યારે ભારતીય સેનાનું દબાણ અને હુમલો ચરમસીમાએ હતો, ત્યારે પાકિસ્તાની સેના દૈવી ચમત્કાર (Divine Intervention) બચી ગઈ હતી. તેમણે કહ્યું, “અલ્લાહની મદદ આવી, અને અમે તેને આવતી જોઈ, અમે તેને અનુભવી હતી.”

પોતાની નિષ્ફળતા છુપાવવા મુનીરે નવી ધૂન ગાવાની શરૂ કરી

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસીમ મુનીરનો દૈવી ચમત્કાર (Divine Intervention) અંગેનો વાયરલ થયેલો વીડિયો 10 ડિસેમ્બરનો છે. મુનીર મે મહિનામાં ભારત સાથેના સંઘર્ષ- ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતી વખતે, ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરતા સાંભળી શકાય છે. લોકોનો ધર્મ પુછી પુછીને કરાયેલ આતંકી હુમલો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયો હતો. ત્યારબાદ, ભારતે 7 મેના રોજ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરના નામે કરેલ સૈન્ય કાર્યવાહીમાં આતંકીઓના અડ્ડાઓનો સફાયો કર્યો હતો. પાકિસ્તાને આને હુમલો ગણીને ભારત પર ડ્રોન માર્યા તો તેના જવાબમાં ભારતે પાકિસ્તાનના 190 એરબેઝનો સફાયો કરી નાખ્યો એટલું જ નહીં પાકિસ્તાને જ્યાં અણુ શસ્ત્રો સંતાડ્યા છે એ પહાડી વિસ્તારની નજીક બ્રહ્મોસ ફેકીને ચેતવણી આપી કે, હવે સીધા નહીં રહો તો ઘડીક માં જ પાકિસ્તાનન હતુ ન હતુ થઈ જશે. જેના કારણે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો.

“અમે અલ્લાહની મદદ આવતી જોઈ”

ઓપરેશન સિંદૂરના દિવસોનો ઉલ્લેખ કરતા, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ મુનીરે કહ્યું, “મે મહિનામાં, જ્યારે દુશ્મન (ભારત) તેના તમામ સંસાધનો અને ટેકનોલોજીથી આપણને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તર્ક (Worldly Logic) નિષ્ફળ ગયો. તે સમયે પરિસ્થિતિ એવી હતી કે કોઈપણ સૈન્ય ગણતરીથી બચવું અશક્ય હતું.

પરંતુ, હું આજે રેકોર્ડ પર આ કહું છું: અમે અલ્લાહની મદદ (Divine Help) ત્યારે આવતી જોઈ. અમને તે મદદનો અનુભવ થયો. તે એક દૈવી હસ્તક્ષેપ (Divine Intervention) હતો જેણે આપણા સૈનિકોનું મનોબળ તૂટતું અટકાવ્યું અને દુશ્મનની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી.” જ્યારે, અસીમ મુનીરે વ્યૂહાત્મક નિષ્ફળતાઓને છુપાવવા માટે કહ્યું કે, આ વિજય શસ્ત્રો કરતાં શ્રદ્ધાની શક્તિને કારણે વધુ થયો છે, કારણ કે દુશ્મન (ભારત) ટેકનોલોજીમાં આપણા કરતા ઘણા શ્રેષ્ઠ છે.

“કોઈ તમને હરાવી શકશે નહીં”

આ દરમિયાન, મુનીરે કુરાનમાંથી એક આયાતને ટાંકી હતી – “જો અલ્લાહ તમને મદદ કરે છે, તો કોઈ તમને હરાવી શકશે નહીં” – અને સૂચવ્યું કે પાકિસ્તાનને સંઘર્ષ દરમિયાન અલ્લાહની મદદ મળી હતી.

ઓપરેશન સિંદૂર

ભારતે 2025ના મે મહિનાની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઓપરેશન દરમિયાન, ભારતીય વાયુસેના (IAF) એ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ની અંદર અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, ભારતે પાકિસ્તાનના 10 એરબેઝને તબાહ કર્યા એટલું જ નહીં પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે પહાડી વિસ્તારની નજીક પણ બ્રહ્મોસ મિસાઈલો ફેકીને પડકાર આપ્યો હતો કે હવે સીધા નહીં રહો તો હતા ન હતા થઈ જશો. જેના કારણે 10 મે ના રોજ પાકિસ્તાને સામે ચાલીને યુદ્ધવિરામ માગ્યું હતું.

આ પણ વાંચોઃ Operation Sindoor : આકાશમાંથી પાકિસ્તાનમાં આગ વરસાવનારા 6 બહાદૂર યોદ્ધાઓને ગેલેન્ટ્રી એવોર્ડ

g clip-path="url(#clip0_868_265)">