સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ–ચમારજ માર્ગ પર પીવાના પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીના ફૂવારા ઉડ્યા હતા. પાઈપલાઈન ફાટતા લગભગ 25થી 30 ફૂટ ઊંચા ફૂવારા ઉડતા નજરે પડ્યા, જેના કારણે મોટી માત્રામાં પાણીનો બગાડ થયો હતો. આ ઘટના દરમિયાન રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. પીવાના પાણીનો ભારે બગાડ થતો જોતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાણી પુરવઠા વિભાગને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.