Gold Silver Rate : મધ્યમ વર્ગને પડ્યા પર પાટુ ! સોનામાં ₹1685 અને ચાંદીમાં ₹10,400 નો વધારો થયો, બંને ધાતુએ તમામ રેકોર્ડ તોડ્યા
સોમવારે કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો. આ ઉછાળા બાદ મધ્યમ વર્ગના લોકોમાં ચિંતા છવાઈ છે, જ્યારે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોમવાર, 22 ડિસેમ્બરના રોજ કિંમતી ધાતુઓના બજારમાં ફરી એક ઉછાળો જોવા મળ્યો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ, દિલ્હીમાં સોનાના ભાવમાં નવી ઊંચાઈ જોવા મળી, જે અગાઉના હાઈ સ્તરથી ₹1,685નો વધારો દર્શાવે છે, જે ₹1,38,200 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ચાંદીના ભાવે પણ રેકોર્ડ તોડી નાખ્યા અને તે ₹2,14,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા, જે અગાઉના હાઈ સ્તરથી ₹10,400 પ્રતિ કિલોગ્રામ છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીના મતે, "સોનું અને ચાંદી બંને બુલિયન માર્કેટમાં સતત મજબૂતાઈ બતાવી રહ્યા છે. સોમવારે બંને ધાતુઓ નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે." તેમના મતે, રોકાણકારોના વધતા રસના મુખ્ય કારણો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાજ દરમાં ઘટાડો, યુએસ અર્થતંત્રમાં અનિશ્ચિતતા અને નાણાકીય ચિંતાઓ છે.

સોના અને ચાંદીના ભાવમાં સ્થાનિક વધારાનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળ્યો. હાજર સોનાના ભાવ 1.86 ટકાના વધારા સાથે 4,420.35 ડોલર પ્રતિ ઔંસ થયા. હાજર ચાંદીના ભાવ 3.44 ટકાના વધારા સાથે 69.45 ડોલર પ્રતિ ઔંસ થયા.

વિશ્લેષકો કહે છે કે, નીચા યુએસ વ્યાજ દરો અને નબળા ડોલર રોકાણકારોને ચાંદી અને સોના તરફ આકર્ષિત કરી રહ્યા છે. વધુમાં, વૈશ્વિક આર્થિક અને રાજકીય અસ્થિરતાએ આ ધાતુઓની માંગને વધુ મજબૂત બનાવી છે.

કોટક મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર સતીશ દોંડાપતિએ જણાવ્યું હતું કે, "ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે મજબૂત ઇંડસ્ટ્રિયલ ડિમાન્ડ અને વધતી રોકાણ માંગને કારણે છે."
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
