AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : આ શેર્સ રોકાણકારોને ગજબનું રિટર્ન આપી શકે છે ! એક્સપર્ટ્સે આ 10 સ્ટોક પર આંખ બંધ કરીને રોકાણ કરવા કહ્યું

ગયા સપ્તાહે ટ્રેડિંગ સેશન દરમિયાન બેન્ચમાર્ક ઈન્ડેક્સ 'સેન્સેક્સ' અને 'નિફ્ટી 50' માં ભારે વધઘટ જોવા મળી હતી. એવામાં માર્કેટ એક્સપર્ટ્સે ભવિષ્યમાં મજબૂત રિટર્ન આપે તેવા કેટલાંક દમદાર શેરોની યાદી આપી છે.

| Updated on: Dec 22, 2025 | 5:14 PM
Share
ગયા સપ્તાહે ટ્રેડિંગ સેશન દરમિયાન બેન્ચમાર્ક ઈન્ડેક્સ 'સેન્સેક્સ' અને 'નિફ્ટી 50' માં ભારે વધઘટ જોવા મળી હતી. જો કે, આજ રોજ એટલે કે શુક્રવારના 22 ડિસેમ્બરના રોજ ભારતીય શેરબજારના બંને ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 લીલા નિશાનમાં બંધ થયા હતા. NSE નિફ્ટી ઇન્ડેક્સ 26,172.40 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 85,567.48 પર બંધ થયો હતો.

1 / 11
માર્કેટ એક્સપર્ટ કુણાલ શાહ અશોક લેલેન્ડના શેરમાં રોકાણ કરવાની ભલામણ કરે છે. તેમણે કહ્યું કે, આ શેરે વર્ષ 2025 માં વધુ સારું પર્ફોર્મન્સ કર્યું છે અને ભવિષ્યમાં પણ સારું પર્ફોર્મન્સ ચાલુ રહેશે, તેવી શક્યતા છે. ટૂંકમાં જેમના પોર્ટફોલિયોમાં પહેલાથી જ અશોક લેલેન્ડના શેર્સ છે, તેમને નિષ્ણાતે ₹164 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. આ સિવાય ઉપરની તરફ અશોક લેલેન્ડના શેર ટૂંક સમયમાં ₹178 સુધી પહોંચી શકે છે.

2 / 11
બજાર નિષ્ણાત લક્ષ્મીકાંત શુક્લાએ જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલનો રિસ્ક-ટુ-રિવૉર્ડ રેશિયો ખૂબ જ અનુકૂળ છે. તેમણે નોંધ્યું હતું કે, શેરને ₹165 પર તાત્કાલિક સપોર્ટ છે. જો ટાટા સ્ટીલ આ સપોર્ટ લેવલથી ઉપર જાય છે, તો ચાર્ટ પર બુલિશ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનશે. આ પેટર્નનો બ્રેકઆઉટ ₹173 પર થશે. તેમણે જણાવ્યું કે, જો સ્ટોક 173 રૂપિયા પર તૂટે તો ટાટા સ્ટીલના શેરમાં તેજ ગતિ સાથે ઊંચી તરફ ચાલ જોવા મળી શકે છે. નિષ્ણાતે ટાટા સ્ટીલના શેર માટે ₹185-₹186 નો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે જ તેમણે ક્લોઝિંગ બેસિસ પર 165 રૂપિયા પર સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે.

3 / 11
યસ સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ લક્ષ્મીકાંત શુક્લાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસના ઘટાડા પછી ગુરુવારના ટ્રેડિંગમાં હિન્દુસ્તાન કોપરમાં સુધારો થયો છે. ટૂંકાગાળામાં, હિન્દુસ્તાન કોપરના શેર ઉપરના ટ્રેન્ડમાં રહી શકે છે, જેમાં રેઝિસ્ટેન્સ ₹400 ની નજીક રહેશે.

4 / 11
લક્ષ્મીકાંત શુક્લાએ મેટલ્સ સેક્ટરમાં હિન્દાલ્કોને ટોચના શેર તરીકે પસંદ કરેલ છે. તેઓ સ્વિંગ ટ્રેડ માટે વર્તમાન લેવલે સ્ટોક ખરીદવાની ભલામણ કરે છે. બીજું કે, જ્યાં સુધી હિન્દાલ્કો રૂ. 840 થી ઉપર રહેશે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ છે. લક્ષ્મીકાંતના મત મુજબ, હિન્દાલ્કો ખૂબ જ ટૂંક સમયમાં રૂ. 900 ના લેવલ પર જોવા મળશે.

5 / 11
હરીશ જુજારેએ જણાવ્યું હતું કે, સુઝલોન એનર્જીના શેર લાંબા સમયથી ડાઉનટ્રેન્ડમાં છે. જૂનમાં આ કાઉન્ટર ₹71-72 ના હાઈ લેવલથી ઘટીને ₹50 પર આવી ગયો છે. સુઝલોન એનર્જી હાલમાં ₹47-50 ના સપોર્ટ ઝોનની નજીક છે. જો તમે લોન્ગ-ટર્મનું વિચારી રહ્યા છો, તો આ સ્ટોકને હોલ્ડ પર રાખવાની સલાહ આપવામાં આવશે. જો કે, ટૂંકાગાળામાં સુઝલોન દબાણ હેઠળ રહી શકે છે.

6 / 11
શેરખાનના કુણાલ શાહે આઇટી સેક્ટરમાંથી ટેક મહિન્દ્રાની પસંદગી કરી છે. તેમણે કહ્યું કે, ટેક મહિન્દ્રાના શેર પહેલાથી જ અપટ્રેન્ડમાં છે અને હાઈર ટોપ-હાઈર બોટમ પેટર્નમાં છે. ટેક મહિન્દ્રાએ પણ કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યું છે. ટેક મહિન્દ્રાને રૂ. 1620 અને રૂ. 1640 ના ટાર્ગેટ પ્રાઈઝે ખરીદી શકાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ રૂ. 1570 પર સ્ટોપ લોસ જાળવી રાખવો જોઈએ.

7 / 11
આનંદ રાઠી શેર્સના ઇક્વિટી ટેકનિકલ રિસર્ચના સિનિયર મેનેજર જીગર પટેલ પણ વર્તમાન લેવલે વિપ્રો શેર ખરીદીની ભલામણ કરે છે. તેમણે જણાવ્યું કે, વિપ્રોનો શેર વીકલી ચાર્ટ પર 200 EMA નજીક એટલે કે લગભગ 240 રૂપિયાના લેવલે રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યો હતો. હવે કાઉન્ટરે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ આપ્યો છે. હાલના અઠવાડિયામાં, વિપ્રોએ વર્તમાન રેન્જમાંથી 258 રૂપિયા ઉપર બ્રેકઆઉટ આપ્યો છે. ટ્રેડિંગના દૃષ્ટિકોણથી, કોઈ પણ વ્યક્તિ 272 રૂપિયાના લક્ષ્ય માટે વિપ્રોમાં લોન્ગ પોઝિશન લઈ શકે છે. વધુમાં નુકસાનથી બચવા માટે 256 રૂપિયા પર સ્ટોપ લોસ રાખવાની સલાહ આપવામાં આવી છે.

8 / 11
પૃથ્વી ફિનમાર્ટના હરીશ જુજારે જણાવ્યું કે, BHEL માટે હાયર ટોપ હાયર બોટમની પેટર્ન યથાવત્ છે. તેમણે કહ્યું કે, BHEL નું ચાર્ટ સ્ટ્રક્ચર મજબૂત દેખાઈ રહ્યું છે, જેમાં 270 રૂપિયે સપોર્ટ છે અને ત્યારબાદ 255 રૂપિયે સપોર્ટ છે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે, ઘટાડા વખતે BHEL ના શેર ખરીદવા જોઈએ. નિષ્ણાતના કહેવા મુજબ, ઉપરની તરફ BHEL ના શેર ટૂંકા થી મધ્યમ ગાળામાં 350 રૂપિયાના અગાઉના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી શકે છે.

9 / 11
પૃથ્વી ફિનમાર્ટના હરીશ જુજારેએ, વધુમાં ITC સ્ટોક પર પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે, આ સ્ટોક છેલ્લા એક વર્ષથી કોન્સોલિડેશનમાં છે. ITC સતત અન્ડરપર્ફોર્મ કરી રહ્યો છે પરંતુ 395 રૂપિયાનો સપોર્ટ તૂટતો નથી. ચાર્ટ પર ITC રિવર્સલના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. ITC ને 200 DMA પર કડક રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી રહ્યો છે, જે લગભગ 415 થી 420 રૂપિયાની આસપાસ છે. તેમણે કહ્યું કે, "જો તમારું વિઝન શોર્ટ ટર્મ માટેનું છે, તો હું પોઝિશનમાંથી બહાર નીકળવાની સલાહ આપું છું પરંતુ લોન્ગ ટર્મ માટે હું 390 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ આપું છું. ITC માં 390 રૂપિયા નીચે ક્લોઝિંગ મળવા પર નવી નબળાઈ શરૂ થઈ શકે છે."

10 / 11
જીગર પટેલે જણાવ્યું હતું કે, બાયોકોન છેલ્લા બે સેશનના નીચા સ્તરથી રિકવર થઈ ગયું છે. હાલના સેટઅપમાં બાયોકોન શેર ખરીદવો જોઈએ, કારણ કે રિસ્ક ટુ રિવોર્ડ બહુ આકર્ષક છે. તેમણે જણાવ્યું કે, બાયોકોનના શેર 405 રૂપિયાના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ખરીદી શકાય છે. નિષ્ણાતે કહ્યું કે, રોકાણકારોએ 385 રૂપિયા પર સ્ટોપ લોસ બનાવી રાખવો જોઈએ.

11 / 11

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">