AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારતીય ટીમમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે? જાહેર કરાયેલ T20 વર્લ્ડ કપમાં સ્કવોડમાં બદલાવ થશે કે નહીં? ICC નો આ નિયમ જાણી લેજો

ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ ICC ટુર્નામેન્ટમાં આ તેની પહેલી તક છે. એવામાં સવાલ એ છે કે, શું જાહેર કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરી શકાય છે?

શું ભારતીય ટીમમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે? જાહેર કરાયેલ T20 વર્લ્ડ કપમાં સ્કવોડમાં બદલાવ થશે કે નહીં? ICC નો આ નિયમ જાણી લેજો
Image Credit source: PTI
| Updated on: Dec 22, 2025 | 8:30 PM
Share

ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે સૂર્યકુમાર યાદવ ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ ICC ટુર્નામેન્ટમાં આ તેની પહેલી તક છે. હજુ ઘણી ટીમોની જાહેરાત થવાની બાકી છે પરંતુ પ્રશ્ન એ છે કે, શું જાહેર કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરી શકાય છે?

શું છે ICC નો નિયમ?

આગામી વર્ષનો T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે અને 8 માર્ચ સુધી ચાલવાનો છે. ICC ના નિયમો અનુસાર, બધી ટીમોએ વર્લ્ડ કપ અને તમામ ICC ટુર્નામેન્ટ માટે તેમની ટીમોની જાહેરાત ઇવેન્ટના ઓછામાં ઓછા એક મહિના પહેલા કરવી પડશે.

આનો અર્થ એ થયો કે, જો ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હોય, તો ટીમની જાહેરાત 7 જાન્યુઆરી સુધીમાં કરવી પડશે. આ દરમિયાન જો આપણે BCCI ની વાત કરીએ, તો તેણે 20 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, ICC ને એક મહિના પહેલા સુધી સ્ક્વોડ જાહેર કરવો પડતો હોય છે. ટૂંકમાં તે પહેલા ટીમમાં કોઈપણ બદલાવ કરી શકાય છે, તેના માટે કોઈ ખાસ નિયમ નથી. જો કે, ટુર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા ટીમમાં ફેરફાર કરી શકાતો નથી.

ટીમમાં બદલાવ ક્યારે થશે?

જો કોઈ ટીમને ખરેખર જરૂર હોય અને બદલાવ કરવો ફરજીયાત બને તો કરી શકાય છે પરંતુ તેના માટે ICC ને કારણ આપવું પડશે. વધુમાં જ્યારે ટૂર્નામેન્ટ ચાલી રહી હોય અને વચ્ચે કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થઈ જાય તો તેનું રિપ્લેસમેન્ટ પણ આપવામાં આવે છે.

બીસીસીઆઇએ જે ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ માટે જાહેર કર્યું છે, તેમાં તો હજુ કોઈ બદલાવની સંભાવના જોવા મળતી નથી, પરંતુ જો ફરજ પડી તો બદલાવ કરવો પડશે. વર્લ્ડ કપ માટે BCCI દ્વારા જાહેર કરાયેલી ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ જો ફરજ પડી તો બદલાવ કરવો પડશે.

5 મેચની પ્રેક્ટિસ થઈ જશે

ભારતીય ટીમની જાહેરાત વહેલી કરવામાં આવી છે, કારણ કે જાન્યુઆરીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. સરળ રીતે કહીએ તો, જે ખેલાડીઓને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે, તેઓ 5 મેચ રમશે તો તેમની પ્રેક્ટિસ વધુ સારી થઈ જશે. આનો લાભ ભારતીય ટીમને વર્લ્ડ કપ દરમિયાન જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">