AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બળાપો કે બીજુ કાંઈ ? નીતિન પટેલે કહ્યું - ગોરખધંધા કરવાના ધંધા કરવા અને ગાડી પર ભાજપનો ખેસ લટકાવવો એ ના ચાલે, જુઓ વીડિયો

બળાપો કે બીજુ કાંઈ ? નીતિન પટેલે કહ્યું – ગોરખધંધા કરવાના ધંધા કરવા અને ગાડી પર ભાજપનો ખેસ લટકાવવો એ ના ચાલે, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2025 | 5:01 PM
Share

નીતિન પટેલે, કોંગ્રેસના શાસન સમયના ભાજપના કાર્યકરના સંઘર્ષને યાદ કરી નવા યુવા કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, કારમાં કે ગળામાં ભાજપનો ભગવો ખેસ લટકાવવાથી કોઈ નેતા નથી બની જતું. આજકાલ તો ગોરખધંધા કરવાનો ધંધો કરનારા પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ફરે છે.

કડીના એક સાર્વજનિક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે, વર્તમાન કાર્યકરોને શિખામણ આપવાની સાથેસાથે હોદ્દાના લાલચુ કાર્યકરોને આકરી ટકોર પણ કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, કારમાં ભાજપનો ખેસ લહેરાવવાથી કે ગળામાં ભાજપનો ખેસ ધારણ કરવાથી નેતા નથી બની જવાતુ.

ગુજરાત ભાજપમાં નવા બનનારા સંગઠનના માળખા પૂર્વે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે, આજે કડી ખાતે યોજાયેલા સહકારિતા સંમેલનમાં આકરુ વલણ દાખવ્યું હતું. નીતિન પટેલે, કોંગ્રેસના શાસન સમયના ભાજપના કાર્યકરના સંઘર્ષને યાદ કરી નવા યુવા કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, કારમાં કે ગળામાં ભાજપનો ભગવો ખેસ લટકાવવાથી કોઈ નેતા નથી બની જતું. આજકાલ તો ગોરખધંધા કરવાનો ધંધો કરનારા પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ફરે છે. સાચુ શું છે તેની બધાને ખબર પડે છે. હવે લોકો છેતરાતા નથી.

આગામી સમયમાં ભાજપનુ સંગઠનપર્વ આવશે તેને ધ્યાને રાખીને નીતિન પટેલે હોદ્દાના લાલચુઓને ટકોર કરતા કહ્યું કે, “કેટલાક લોકો ભાજપનો ખેસ પહેરીને યુવાનો સીધા હોદ્દા માંગવા આવી જાય છે, તમે કોઈ મહેનત કે પરિશ્રમ કર્યો નથી, સીધું પદ મળવું અઘરું છે” નીતિન પટેલે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ભાજપના સમય અને કાર્યકરોના સંઘર્ષને યાદ કરી દાખલા દલીલ સાથે નવા કાર્યકરોને શીખ આપતા કહ્યું કે, ધીમે ધીમે આગળ વધી શકાય. સહકારી ક્ષેત્ર એ તબક્કાવાર આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજકાલ ભાજપના ઘણા વરિષ્ઠ કાર્યકર્તાઓ પક્ષમાં પહેલા જેવી સ્થિતિ ના હોવાનું રાવ કરતા જોવા મળે છે. કેટલાક કાર્યકરો તેમના માન સન્માન જળવાતુ ના હોવાનું તે કેટલાક ભાજપના ખેસ ધારણ કરીને હોદ્દો મેળવી લીધા હોવાનું દાખલા દલીલો કરતા પણ જોવા મળે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">