હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ઊર્જાના માર્ગે દેશે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ગુજરાતના ગોરજ ખાતે આવેલ મુની સેવા આશ્રમે એવી નવીન પહેલ કરી છે, જે દેશની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચી રહી છે.
આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ઊર્જાના માર્ગે દેશે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ગુજરાતના ગોરજ ખાતે આવેલ મુની સેવા આશ્રમે એવી નવીન પહેલ કરી છે, જે દેશની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચી રહી છે.
આ આશ્રમમાં હવે હોસ્પિટલ, રસોઈઘર અને સ્ટીમ આધારિત તમામ સેવાઓ માટે પરંપરાગત લાકડું, ગેસ અથવા વીજળીનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ સીધી સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. અહીં વિશ્વની સૌથી મોટી સોલાર ડીશ સફળતાપૂર્વક કાર્યરત બની છે, જે પર્યાવરણ સંરક્ષણ સાથે-સાથે ખર્ચમાં પણ મોટી બચત કરે છે.
અગાઉ આશ્રમમાં દરરોજ અંદાજે એક હજાર કિલોગ્રામ લાકડાનો વપરાશ થતો હતો, જેના કારણે ખર્ચ વધતો હતો અને પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું. પરંતુ સોલાર ડીશ શરૂ થતાં હવે લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને હરિત ઊર્જા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
આ સોલાર ટેકનોલોજી ખાસ કરીને ઓછી જગ્યામાં સ્થાપિત થઈ શકે તેવી હોવાથી હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ વ્યવસ્થા દ્વારા આશ્રમના લગભગ 100 ટન ક્ષમતાવાળા એર કન્ડીશનીંગ પ્લાન્ટને સ્ટીમ આધારિત પદ્ધતિથી ચલાવવામાં આવે છે. ગેસ કે વિજળી પર આધારિત સિસ્ટમની જગ્યાએ હવે ધુમાડા વિનાની અને પ્રદૂષણ રહિત વ્યવસ્થા અમલમાં આવી છે.
આ ટેકનોલોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિચારને સશક્ત રીતે આગળ વધારતી છે. મૂળ ઓસ્ટ્રેલિયાથી પ્રેરિત આ પદ્ધતિને હવે સંપૂર્ણપણે ભારતીય પરિસ્થિતિને અનુરૂપ વિકસાવવામાં આવી છે. એક જ સોલાર ડીશથી 100 ટન ક્ષમતાવાળી એર કન્ડીશનીંગ સિસ્ટમ ચલાવી શકાય છે. ગોરજમાં હાલમાં બે ડીશ કાર્યરત હોવાથી કુલ 200 ટન ક્ષમતા ઉપલબ્ધ થઈ છે.
સૂર્ય ઊર્જાથી સંચાલિત આ નવીન ડીશ પર્યાવરણ સંરક્ષણ, આર્થિક બચત અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ બની છે. ભવિષ્યમાં દેશભરની હોસ્પિટલો અને સંસ્થાઓ માટે આ મોડલ પ્રેરણાદાયક સાબિત થશે, જ્યાં વિકાસઅને પ્રકૃતિનું સંરક્ષણ બંને સાથે-સાથે શક્ય બનશે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

