AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં એકાએક ભારત વિરોધી તાકતો સક્રિય… શું ચૂંટણીમાં લાભ લેવા યુનુસ માલદિવના રસ્તે ચાલશે?

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ વધ્યું છે, જેના કારણે લઘુમતી હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન આ સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. માલદીવના ભારત વિરોધના ફોર્મ્યુલાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીની સ્થિતિમાંથી પણ જો બાંગ્લાદેશ કોઈ બોધપાઠ નથી લેતુ... તો આવનારા દિવસોમાં બાંગ્લાદેશ માટે પણ આર્થિક અને ભૌગોલિક રાજકીય જોખમો સર્જાઈ શકે છે કારણ કે ભારત પહેલેથી બાંગ્લાદેશનુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર રહ્યુ છે.

બાંગ્લાદેશમાં એકાએક ભારત વિરોધી તાકતો સક્રિય... શું ચૂંટણીમાં લાભ લેવા યુનુસ માલદિવના રસ્તે ચાલશે?
| Updated on: Dec 22, 2025 | 8:21 PM
Share

જ્યારથી બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનુસના હાથમાં આવી છે, ત્યા ભારત વિરોધ તાકતોને વધુ બળ મળી રહ્યુ છે. લઘુમતી હિંદુઓને સતત ટાર્ગેટ કરી તેમના પર હુમલા કરાઈ રહ્યા છે. તેમની સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. તેમની દીકરીઓને ઉઠાવી જઈ તેમની સાથે દુષ્કૃત્ય કરવામાં આવી રહ્યુ છે. એવામાં હવે ચીન અને પાકિસ્તાન પણ આ મોકાનો લાભ લેવાનો પુરો પ્રયાસ કરી રહ્યા છે. એશિયામાં ભારત બાંગ્લાદેશનો સૌથી મોટો પાર્ટનર છે અને ભારતે બાંગ્લાદેશની પરિયોજનામાં મોટા પાયે રોકાણ કરી રાખ્યુ છે. એવામાં બાંગ્લાદેશ માટે ભારતના સંબંધો વણસવા અથવા તો ભારતને કિનારે કરીને ચીન અને પાકિસ્તાનને વધુ મહત્વ આપવુ બાંગ્લાદેશ માટે જરા પણ ફાયદાકારક સાબિત થશે નહીં.

ભારતનો વિરોધ માલદિવ માટે ઘણો મોંઘો સાબિત થયો… આર્થિક કંગાલીની કગાર પર આવી ગયુ

બે વર્ષ પહેલા માલદીવમાં જનરલ ઈલેક્શન હતા, આના થોડા સમય પહેલા જ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના નેતા મોહમ્મદ મોઈજ્જુએ ભારત વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધુ. તેમણે તત્કાલિન સરકાર પર ભારત સાથે મિત્રતા રાખવાનો આરોપ લગાવતા કહ્યુ કે દિલ્હી તેમને ત્યાં દખલ દઈ રહી છે. સાથે જ મોઈજ્જુએ ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. જે અંતર્ગત માગ કરવામાં આવી કે માલદિવમાં તૈનાત ભારતીય સૈનિક હટાવી લેવામાં આવે. સાથે જ બજારમાંથી ભારતીય બનાવટના માલને પણ દૂર કરવામાં આવે.

મોઈજ્જુએ ચીનને તેના મુખ્ય ભાગીદર ગણાવતા તમામ મોરચે ભારત સાથેના સંબંધો તોડી નાખવાની વાત કરી. આ સ્થિતિ ત્યારે બની જ્યારે માલદિવની ઈકોનોમીમાં મોટો હાથ ભારતીય ટુરિસ્ટોનો રહ્યો છે. ચૂંટણીમાં મોઈજ્જુના એન્ટી ઈન્ડિયા નેરેટિવની જીત થઈ. જો કે એ વાત અલગ છે કે પાછળથી તેમણે પોતાની જ ભૂલને સુધારતા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. એટલે કે ભારત વિરોધી નિવેદનબાજી કરીને ચૂંટણીમાં જીત મેળવવી એ એકદમ હાથવગુ શસ્ત્ર બની ગયુ છે. એ ચાહે પાકિસ્તાન હોય, માલદિવ્સ હોય કે બાંગ્લાદેશ હોય. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ ભારત સાથેના સંબંધોમાં કડવાશ આવી છે. સ્થિતિ એ છે કે નાના-નાના દળો પણ ભારતના વિરોધને જ પોતાનો એજન્ડા બનાવી રહ્યા છે.

આ બધુ એવા સમયે થઈ રહ્યુ છે જ્યારે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીને આડે બસ થોડા મહિનાઓ જ બચ્યા છે અને મુસ્લિમોના સમર્થનવાળી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે. શનિવારે ઢાકામાં શેખ હસીના, અવામી લીગ અને છાત્ર લીગ વિરોધી નારા સતત પડઘાતા રહ્યા હતા.

માલદીવમાં મોઈજ્જુએ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો

માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઈન્ડિયા આઉટ’ નો નારો આપ્યો હતો અને પદ સંભાળતાની સાથે જ ભારત સાથે અંતર વધાર્યુ હતુ. તેમની સરકારના અનેક મંત્રીઓએ પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ભારતને તેવર બતાવ્યાના થોડા મહિના બાદ જ માલદિવ કંગાળ થવાની કગાર પર આવી ગયુ અને ભારત પાસે આર્થિક મદદની માગ કરવા લાગ્યુ, હવે માલદિવને ભૂલ સમજાઈ ગઈ છે અને ભારત સાથે સંબંધો સુધારી લીધા છે.

જો કે બાંગ્લાદેશના કેસમાં આવુ થઈ શકે નહીં. બાંગ્લાદેશ અને ભારતના સંબંધો ઐતિહાસિક રીતે પણ ઘણા ગાઢ છે. 1971 થી લઈને આજ સુધી વેપાર, ઊર્જા, કનેક્ટિવિટી, સુરક્ષા અને ક્ષેત્રીય સહયોગમાં બંને દેશો અરસપરસ નિર્ભર છે. બાંગ્લાદેશમાં ભારતને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવાની સ્થિતિમાં નથી. જોકે એ પણ વાસ્તવિક્તા છે કે બાંગ્લાદેશમાં ચૂંટણીઓ નજીક આવતા જ ભારત વિરોધી માહોલ અને નિવેદનબાજી વધી જાય છે. વિપક્ષી દળો અવારનવાર વર્તમાન સરકાર પર ભારતની સમર્થક હોવાનો આરોપ લગાવે છે. આવુ કરવુ રાજનીતિક રીતે ફાયદાકારક ગણવામાં આવે છે. કારણ કે તેનાથી રાષ્ટ્રવાદી ભાવનાને ભડકાવી શકાય છે અને ઘરેલુ સમસ્યાઓથી ધ્યાન ભટકાવી શકાય છે. આ સંદર્ભમાં ભારત બહુ હાથવગુ રાજનીતિક હથિયાર બની જાય છે.

એકાએક ભારતનો વિરોધ કેમ વધ્યો

ઢાકાની રાજનીતિમાં ભારતનો વિરોધ એ માત્ર કોઈ સંયોગ નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહેલો પ્રયોગ છે. શેખ હસીનાને ભારતના વિશ્વાસુ ભાગીદાર માનવામાં આવતા હતા અને તેમના જતા જ નવી સત્તાએ દિલ્હીથી સંબંધો કાપી નાખવાનું પહેલુ કામ કર્યુ.

તેનુ એક કારણ એ પણ છે કે ઢાકામાં હાલ ચીન સાથેનો ઝુકાવ વધ્યો છે. ભારત અને ચીનના સંબંધો અવારનવાર બોર્ડર વિવાદને લઈને તણાવગ્રસ્ત રહ્યા છે. ત્યારે ચીનના ખોળે બેસીને પણ એક રીતે મોહમ્મદ યુનુસની સરકાર ભારત વિરોધી હોવાનો જ સંદેશ આપી રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશના જ કટ્ટર દુશ્મન રહેલા પાકિસ્તાન સાથે પણ ઉઠવા બેસવાનું શરૂ કર્યુ છે. જેને ધર્મના ચશ્માથી જોવામાં આવી રહ્યુ છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી બર્બરતા પણ પાકિસ્તાનના ઈશારે જ થઈ રહી છે.

ભારતના વિરોધથી વર્તમાન સરકારને શું લાભ?

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને આ પહેલા રાજકારણ સાથે કંઈ જ લેવા દેવા ન હતી. બાંગ્લાદેશમાં સત્તામાં આવ્યા બાદ તેમણે વચગાળાની સરકાર બનાવી. ત્યારથી ઢાકામાં લઘુમતીઓ, ખાસકરીને હિંદુઓ પર હિંસા વધી ગઈ પરંતુ યુનુસ સરકારે તેના પર કોઈ આકરી પ્રતિક્રિયા ન આપી. સરકારે તેના પર કોઈ મોટુ નિવેદન ન આપ્યુ. એક્શન લેવાની તો દૂરની વાત ભારત સહિત અન્ય દેશોના વિરોધ છતા હિંસાનો સિલસિલો રોકાયો નહીં.

થોડા મહિના પહેલા, યુનુસે ખૂબ જ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું, જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને સમુદ્રથી અલગ દર્શાવવામાં આવ્યા હતા. ભારતીય પ્રદેશને ભૂમિગત ગણાવતા, તેમણે સૂચવ્યું હતું કે બાંગ્લાદેશ આ પ્રદેશ માટે દરિયાઈ રક્ષક તરીકે સેવા આપી શકે છે. આના પર ચીનનો એંગલ પણ આવ્યો. પોતાને ચીનની નજીક દર્શાવીને, યુનુસે ભારતને બાયપાસ કરવાની વાત કરી હતી. આ ચિંતાજનક એટલે પણ છે કારણ કે ચીન પહેલેથી જ પૂર્વોત્તર અને આસપાસમાં તેની હાજરી વધારી રહ્યુ છે.

બાંગ્લાદેશમાં એકપ્રકારે સત્તાના શૂન્યાવકાશની સ્થિતિ છે. હસીનાની અવામી લીગના મોટાભાગના નેતાઓ કાં તો ભાગી ગયા છે અથવા જેલમાં છે. ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પણ એ જ હાલ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઝિયા પોતે બીમાર છે અને લંડનમાં છે. આ સ્થિતિમાં, ફક્ત ધાર્મિક ઉગ્રવાદ પર આધારિત પક્ષો જ બચ્યા છે.

બંગાળની ખાડીથી ભારતને ઉક્સાવવાનુ મોહમ્મદ યુનુસનું ષડયંત્ર… બાંગ્લાદેશનો ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ- લઘુમતી હિંદુઓ પર સતત વધી રહ્યા છે હુમલા

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">