AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદનો પકવાન ક્રોસ રોડથી ગુરુદ્વારા તરફ જતો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, આ રહેશે વૈકલ્પિક માર્ગ

અમદાવાદનો SG હાઈવે પર પકવાન બ્રિજથી ગુરુદ્વારા તરફનો મુખ્ય માર્ગ 22 થી 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે આ ડાયવર્ઝન અપાયું છે. વાહનચાલકો થલતેજ અંડરપાસ અને વૈકલ્પિક સર્વિસ રોડનો ઉપયોગ કરીને ગોતા કે ગાંધીનગર જઈ શકશે.

અમદાવાદનો પકવાન ક્રોસ રોડથી ગુરુદ્વારા તરફ જતો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, આ રહેશે વૈકલ્પિક માર્ગ
| Updated on: Dec 22, 2025 | 4:39 PM
Share

અમદાવાદમાં હાલ કર્ણાવતી ક્લબથી નવા બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી એસજી હાઈવે પર ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. ત્યારે એસજી હાઈવે પર પકવાન બ્રિજથી ગુરુદ્વારા તરફના છેડે ખાનગી વીજ કંપનીના ખોદકામને કારણે ડાવર્ઝન આપવામાં આવ્યુ છે. આ ડાયવર્ઝનને કારણે પકવાન ક્રોસ રોડથી ઈડન હોટલ સુધીનો એક તરફનો સર્વિસ રોડ આજથી (22 ડિસ.) થી 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર પકવાન બ્રિજના ગુરુદ્વારા નજીક અનામિક હાઈટથી ઈડન હોટેલ સુધીનો રોડ બંધ રહેશે. ખાનગી વીજ કંપની દ્વારા વીજ કેબલ નાખવાની કામગીરી હાથ ધરાઈ હોવાથી આ રોડ 31 ડિસે. સુધી બંધ કરાયો છે. તેના બદલે પકવાન બ્રિજ તરફથી આવતા લોકો માટે થલતેજ અંડરપાસ થઈ ગોતા તરફ તેમજ ગાંધીનગર તરફ જઈ શકશશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતા વાહનચાલકો ગુરુદ્વારા ના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ ગાંધીનગર જઈ શકશે.

યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં સામેલ કરો આ સુપરફુડ્સ – Photos

g clip-path="url(#clip0_868_265)">