રેલ મુસાફરી માટે ‘વિઝા’ જરૂરી ! ભારતનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન, જ્યાંથી દેશના દરેક ખૂણામાં સીધી ટ્રેન સર્વિસ મળે છે
ભારતીય રેલવે તેના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક બની ગયું છે. ભારતીય રેલવે અનેક ક્ષેત્રોમાં વ્યાપક બદલાવ કરી રહી છે અને દિવસેને દિવસે નવી સફળતાઓ હાંસલ કરી રહી છે. આમાં વિદ્યુતીકરણ (Electrification), માલવહન, આધુનિકીકરણ અને મુસાફર સુવિધા જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ભારતીય રેલવેમાં આધુનિકીકરણની વાત કરીએ તો, વંદે ભારત જેવી ટ્રેનોના સંચાલનથી મુસાફરોના અનુભવમાં અને આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભારતમાં માત્ર રેલવે જ નહીં પરંતુ રેલવે સ્ટેશનો પણ અનોખા છે. દેશમાં આવેલા અનેક રેલવે સ્ટેશનોનું પોતાનું અલગ મહત્વ અને રહસ્ય છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે, આ દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે, જ્યાંથી દેશના દરેક ખૂણામાં ટ્રેન મળી જાય છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, 'મથુરા જંક્શન' ભારતમાં એક એવું સ્ટેશન છે, જ્યાંથી તમે દેશના લગભગ દરેક ખૂણા માટે ટ્રેનો પકડી શકો છો. તે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા જેવા મુખ્ય રૂટ પર સ્થિત છે, દરેક દિશામાં (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ) જતી ટ્રેનોમાં સ્ટોપ હોય છે, જે લાંબા અંતરની મુસાફરી માટે કનેક્ટિવિટી પૂરી પાડે છે. તે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, કેરળ, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને બીજા રાજ્યો માટે ડાયરેક્ટ ટ્રેનો સાથેનું મુખ્ય જંક્શન છે.

તે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતાના મુખ્ય રેલ્વે રૂટ વચ્ચે સ્થિત છે, જેના કારણે ભારે ટ્રેન ટ્રાફિક રહે છે. રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનો તેમજ સુપરફાસ્ટ અને એક્સપ્રેસ ટ્રેનો અહીં ઊભી રહે છે.

આ સિવાય ભારતમાં તમને ઘણા અનોખા રેલવે સ્ટેશનો મળશે, જેના વિશે સાંભળીને જ તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઉદાહરણ તરીકે, નવાપુર એક એવું સ્ટેશન છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેમાં આવેલું છે. ભારતમાં અટારી જેવા સ્ટેશનો પણ છે, જેના માટે વિઝા જરૂરી છે. ભારતમાં 28 અક્ષરોવાળું રેલવે સ્ટેશન પણ છે, જેને "વેંકટનારશિમહારાજુવારીપેટા" કહેવામાં આવે છે. તમને લખનૌ સિટી સ્ટેશન પણ મળશે, જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે, જે તેને અપવાદરૂપ બનાવે છે અને પ્રવાસીઓ માટે એક અનોખો અનુભવ પ્રદાન કરે છે.

ભારતમાં એક અનોખું રેલવે સ્ટેશન પણ છે, જે સૌથી વધુ પ્લેટફોર્મ ધરાવતું સ્ટેશન છે. આ નંબર વન રેલવે સ્ટેશન બીજું કોઈ નહીં પણ હાવડા જંકશન છે, જેમાં પ્લેટફોર્મની સંખ્યા (23) અને ઓક્યુપેન્સીની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું તેમજ વ્યસ્ત રેલવે સ્ટેશન માનવામાં આવે છે. જો કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને નવી દિલ્હી રેલવે સ્ટેશન જેવા બીજા સ્ટેશનો પણ વિસ્તાર તેમજ અન્ય પરિમાણોના આધારે પ્રખ્યાત છે.

ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કર્ણાટકના હુબલી જંક્શન (શ્રી સિદ્ધરુદ્ધ સ્વામી જી રેલ્વે સ્ટેશન) પર છે, જેની લંબાઈ આશરે 1,505 મીટર છે, જે તેને વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ બનાવે છે, જ્યારે હાવડા જંક્શન (23 પ્લેટફોર્મ) અને ગોરખપુર જંક્શન (1366.4 મીટર) પણ લાંબા પ્લેટફોર્મ અને મોટા સ્ટેશનો માટે જાણીતા છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
