અમદાવાદમાં વિશ્વની સૌથી સુરક્ષિત માનવામાં આવતી ક્વૉન્ટમ ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ ચર્ચાસત્ર યોજાયું. દેશ-વિદેશના અગ્રણી વૈજ્ઞાનિકોએ ક્વૉન્ટમ ટેકનોલોજીના ભવિષ્ય, સુરક્ષા, નવીન સંશોધન અને અદ્યતન ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી.