AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : જાહેર રસ્તા પર રીલ બનાવી ટ્રાફિક જામ કરાયો, મોબાઈલ શોપના માલિક સહિત 5ની ધરપકડ – જુઓ Video

Bharuch : જાહેર રસ્તા પર રીલ બનાવી ટ્રાફિક જામ કરાયો, મોબાઈલ શોપના માલિક સહિત 5ની ધરપકડ – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2025 | 1:12 PM
Share

ભરૂચ શહેરના મહમદપુરા રોડ પર જાહેર અને વ્યસ્ત માર્ગ પર રીલ બનાવવી મોબાઈલ શોપ માલિક સહિત 5 લોકોને ભારે પડી છે. મોબાઈલ શોપના પ્રમોશન માટે બનાવવામાં આવેલી રીલ દરમિયાન અકસ્માતનો સીન ભજવીને ટ્રાફિક જામ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

જાહેર રસ્તા પર અકસ્માત જેવી ખોટી પરિસ્થિતિ ઊભી કરી વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો હતો. રીલ માટે જાહેર રસ્તા પર સુઈલ જઈ અને ટીંગાટોળી કરવાના સીનના કારણે રીલ બનવનારા લોકોએ પોતાન અને અન્યના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટના સમયે રસ્તા પર  ટ્રાફિક જામ સર્જાયો હતો અને સામાન્ય જનતા પરેશાન થઈ હતી.

આ મામલે એ ડિવિઝન પોલીસે ટ્રાફિક જામ કરવા તેમજ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકવાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણેશ મોબાઈલ શોપના માલિક વિપુલ બેરાવાલા સહિત અશરફી ઇદરીશ મલેક, મોહંમ્મદ ઝેદ સફીક સુજનીવાલા, મોહંમ્મદ રીહાન મોહંમ્મદ આરીફ શેખ અને સોહેલ મોહંમ્મદ આરીફ મન્સુરીની ધરપકડ કરી છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.વસાવા અને પો.સ.ઈ ઓ.એસ.પાટીલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. હર્ષદભાઇ સવજીભાઇ , હેડ કોન્સ્ટેબલ વિશાલ દેવાભાઇ અને અ.પો.કો. દેવાભાઇ ધુડાભાઇ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસે આ કાર્યવાહી ધ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો પર આ પ્રકારની સ્ટન્ટ, રીલ અથવા નાટક કરીને અરાજકતા ફેલાવનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 22, 2025 01:06 PM
g clip-path="url(#clip0_868_265)">