AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 ડિસેમ્બરના મહત્વના સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં બેવડી ઋતુની અસર, આવતીકાલથી વધશે ઠંડીનું જોર

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2025 | 8:57 AM
Share

આજે 22 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 ડિસેમ્બરના મહત્વના સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં બેવડી ઋતુની અસર, આવતીકાલથી વધશે ઠંડીનું જોર

LIVE NEWS & UPDATES

  • 22 Dec 2025 08:57 AM (IST)

    અમરેલીઃ માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો

    અમરેલીના ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષના બાળકને ફાડી ખાનારો માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડાના પકડવા માટે વનવિભાગે 4 પાંજરા ગોઠવ્યા હતા. દીપડાના હુમલાની ઘટનાના ગણતરીના કલાકોમાં વન વિભાગે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી છે..માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાના હુમલામાં ખેતરમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક પરિવારના બાળકનું મોત નીપજ્યું હતું

  • 22 Dec 2025 08:03 AM (IST)

    ગુજરાતમાં કાલથી વધશે ઠંડીનું જોર

    ગુજરાતમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ઠંડીમાં  આંશિક ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો જામશે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ છે. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે.

  • 22 Dec 2025 07:23 AM (IST)

    દિલ્હીનો AQI આજે થોડો ઘટ્યો, પરંતુ પરિસ્થિતિ ગંભીર

    દિલ્હીના AQI માં આજે થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે. દિલ્હી માટે આજે સરેરાશ AQI 366 નોંધાયું હતું, જેમાં ઘણા વિસ્તારો હજુ પણ 400 થી વધુ છે. આમાં આનંદ વિહાર 402, બાવાના 408, નરેલા 418, જહાંગીરપુરી 418, પુસા રોડ 359 અને વઝીરપુર 403નો સમાવેશ થાય છે.

આજે 22 ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Dec 22,2025 7:21 AM

g clip-path="url(#clip0_868_265)">