Deepfake નો શિકાર બની પાયલ ગેમિંગ ? વાયરલ વીડિયો પર અંજલિ અરોરાએ આપ્યું મોટું નિવેદન
સોશિયલ મીડિયા અને AIના સમયમાં ખોટી માહિતી ઝડપથી ફેલાઈ રહી છે. હાલમાં ગેમિંગ જગતમાં જાણીતી પાયલ ગેમિંગ (પાયલ ધારે)ને લઈને એક કથિત MMS વાયરલ થયો છે. આ વીડિયો પાયલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પાયલે ખુદ આ દાવાનો ઇનકાર કર્યો છે. આ મામલે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમને શું કહ્યું તે જાણો.

ગેમિંગ જગતમાં જાણીતું નામ પાયલ ગેમિંગ ઉર્ફે પાયલ ધારે આ દિવસોમાં એક કથિત વાયરલ MMSને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પાયલનો છે. જોકે, પાયલે સ્પષ્ટ શબ્દોમાં આ દાવાને નકારી કાઢ્યો છે.
આ મામલે અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાયલ સાથે બનેલી ઘટના જોઈને અંજલિને તેના સાથે ત્રણ વર્ષ પહેલા થયેલા આવા જ કથિત MMS કૌભાંડની યાદ આવી ગઈ હોવાનું તેણે જણાવ્યું છે.
View this post on Instagram
અંજલિ અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર નિવેદન આપતાં કહ્યું કે, “મારા નામે ત્રણ વર્ષ પહેલા નકલી MMS વાયરલ થયો હતો. આજે પાયલ સાથે આવું જ થતું જોઈને ફરી તે જ પીડાદાયક સમય યાદ આવી ગયો. લોકો સમજે નથી કે આવી અફવાઓથી કેટલું નુકસાન થાય છે. તેમના માટે આ મનોરંજન હશે, પરંતુ અમારી માટે આ લાંબા સમયનો આઘાત બની જાય છે.”
અંજલિએ વધુમાં કહ્યું કે ખોટા વિવાદોના કારણે તેને અનેક સારા પ્રોજેક્ટ્સ ગુમાવવા પડ્યા હતા. આજે પણ તેને સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ અને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. લોકો જુઠ્ઠાણા પર ઝડપથી વિશ્વાસ કરી લે છે અને વિચાર્યા વગર નિર્ણય કરે છે, જે ખૂબ ચિંતાજનક છે.
અંજલિ અરોરા ‘કાચા બદામ’ ગીતના વીડિયો પછી ચર્ચામાં આવી હતી અને લોક અપ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ છે.
View this post on Instagram
બીજી તરફ, પાયલ ધારે પોતાના નિવેદનમાં કહ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોથી તેના ફોટા સાથે ખોટા વીડિયો વાયરલ થાય છે. તેને સ્પષ્ટપણે કહ્યું કે તે વીડિયો સાથે મારો કોઈ સંબંધ નથી.”
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતી પર સવાલ ઉભા કર્યા છે.
નોંધ:-
સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો ખોટા અને ભ્રામક હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં કેટલાક જાણીતા ઇન્ફ્લુએન્સર્સના નામે ખોટા વીડિયો ફેલાવી લોકોમાં ગેરસમજ ઉભી કરવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે સત્ય ચકાસ્યા વિના આવા વીડિયો શેર કરવાથી નિર્દોષ વ્યક્તિની પ્રતિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે.
કાયદાકીય રીતે પણ આવા કૃત્યો ગુનો ગણાય છે. માહિતી ટેકનોલોજી એક્ટ, 2000 (IT Act) મુજબ ખોટી, અપમાનજનક અથવા ભ્રામક માહિતી ફેલાવવી સાયબર અપરાધ છે. IT એક્ટની કલમ 66D હેઠળ ઑનલાઇન છેતરપિંડી અને કલમ 67 હેઠળ અશ્લીલ અથવા અપમાનજનક સામગ્રી ફેલાવનાર સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
