દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, એક સપ્તાહમાં અનામતમાં 8 અબજ ડોલરનું નુકસાન

|

Jul 16, 2022 | 6:49 AM

રિઝર્વ બેંકના ડેટા અનુસાર અનામતમાં ઘટાડો FCA એટલે કે ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો થવાને કારણે થયો છે. સપ્તાહ દરમિયાન FCA 6.65 બિલિયન ડોલર ઘટીને 518 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું છે.

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, એક સપ્તાહમાં અનામતમાં 8 અબજ ડોલરનું નુકસાન
Forex reserves

Follow us on

ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને મંદીના ભયને કારણે વિદેશી રોકાણકારો દ્વારા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાની અસર દેશની તિજોરી પર જોવા મળી રહી છે. તાજેતરના ડેટા અનુસાર ભારતના વિદેશી મુદ્રા ભંડાર(Forex reserves)માં ઘટાડો થયો છે. 8મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડારમાં 8 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક (RBI)ના ડેટા અનુસાર વિદેશી મુદ્રા ભંડાર 580 બિલિયન ડોલરના સ્તરે આવી ગયો છે. અગાઉ 1 જુલાઈના સપ્તાહમાં અનામતમાં 5 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં અનામત 642 બિલિયન ડોલરની ઉપર પહોંચી ગઈ હતી. આ દરમિયાન એટલે કે 11 મહિનાથી ઓછા સમયમાં અનામતમાં 63 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

વિદેશી મુદ્રા ભંડાર કેમ ઘટ્યો?

રિઝર્વ બેંકના ડેટા અનુસાર અનામતમાં ઘટાડો FCA એટલે કે ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો થવાને કારણે થયો છે. સપ્તાહ દરમિયાન FCA 6.65 બિલિયન ડોલર ઘટીને 518 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું છે. ગોલ્ડ રિઝર્વમાં  1.236 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. મંદીના સંકેતોને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે, તેનાથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે જ્યારે રિઝર્વ બેંક પણ રૂપિયા પરનું દબાણ ઘટાડવા માટે સતત દરમિયાનગીરી કરી રહી છે. જેના કારણે અનામત પર અસર જોવા મળી રહી છે. એક મીડિયા રિપોર્ટ  અનુસાર ફેબ્રુઆરીથી રિઝર્વ બેંકે રૂપિયામાં ઘટાડાથી બચવા માટે 52 બિલિયન ડોલરની કરન્સી સિસ્ટમમાં વધારો કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અનામત ઘટવાની અસર શું થશે?

વિશ્વભરની કટોકટીની અર્થવ્યવસ્થાઓ પાસે વિદેશી મુદ્રા ભંડારનો અભાવ હતો જેના કારણે તેઓ ઇંધણની વધતી કિંમતોનો ભાર સહન કરી શકતા ન હતા. ઉપરાંત, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાને કારણે શ્રીલંકા જેવી અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક સ્થાનિક ચલણને સંભાળવા તેમજ રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાં લઈ શકતી નથી. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર હાલમાં દેશના 10 મહિનાથી વધુના આયાત બિલની બરાબર છે. જો સરકારનું માનીએ તો વિદેશી વેપાર અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. સાથે જ સરકારનો અંદાજ છે કે આવનારા સમયમાં સ્થિતિ વધુ સરળ બનશે.  6 જુલાઈએ રિઝર્વ બેંકે વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધારવા માટે નિયમોને સરળ બનાવ્યા હતા. આ નિયમોની અસર આગામી થોડા અઠવાડિયામાં જોવા મળી શકે છે. આ સાથે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરના સ્તરથી નીચે આવી ગયા છે. આનાથી બોજ પણ ઓછો થવાની ધારણા છે. તે જ સમયે, ઓક્ટોબરથી ફુગાવો પણ સાધારણ રહેવાની ધારણા છે.

Published On - 6:49 am, Sat, 16 July 22

Next Article