ગીર-સોમનાથ જિલ્લામાં હાઈવે પર સિંહના આંટાફેરા આમતો સામાન્ય બાબત છે..પરંતુ કોડિનાર-અમરેલી હાઈવે પર છાછર ગામ નજીક એકસાથે 6 સિંહ લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા.રાત્રે 8 વાગ્યે જ્યારે રસ્તા પર અંધકાર પથરાયેલો હતો ત્યારે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકે રસ્તા પર એકસાથે 6 સિંહ જોયા અને પ્રકૃતિના આ અદભૂત દ્રશ્યોને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા.