AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી

લગભગ દાયકાઓ બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે.

Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી
| Updated on: Apr 02, 2026 | 3:01 PM
Share

છેલ્લા એક દાયકાથી આતુરતાપૂર્વક રાહ જોવાતી ઘોરાડ પક્ષીની ખુશખબર આખરે કચ્છમાંથી આવી છે. ઘોરાડના કુદરતી નિવાસસ્થાન એવા કચ્છના રણમાં લગભગ 10 વર્ષ બાદ બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સમાન છે.

જેસલમેરથી લાવવામાં આવ્યું ફર્ટાઈલ ઈંડું

કચ્છના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં માત્ર ગણીગાંઠી માદા ઘોરાડ જ બચી હતી, જેના કારણે તેની સંખ્યા વધારવાનું મિશન ખૂબ જ પડકારજનક બન્યું હતું. આ માટે રાજસ્થાનના જેસલમેર સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફર્ટાઈલ ઈંડું સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિક પદ્ધતિથી સફળ પ્રયોગ

વૈજ્ઞાનિક પદ્ધતિથી તે ઈંડાને અહીંની માદા ઘોરાડના ઈંડા સાથે અદલાબદલી કરવામાં આવી, જેથી માદા તેને સ્વાભાવિક રીતે સેવી શકે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વન વિભાગે અત્યંત સાવચેતી રાખી હતી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

24 કલાક સુરક્ષા હેઠળ નવજાત બચ્ચું

હાલમાં નવજાત બચ્ચું અને માદા ઘોરાડ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. તેમની સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી છે, જે 24 કલાક નજર રાખી રહી છે. ખાસ કરીને શિકારી પ્રાણીઓ અને રખડતા શ્વાનોમાંથી બચ્ચાને બચાવવા માટે સમગ્ર વિસ્તારમાં કડક જાપ્તો ગોઠવાયો છે.

લુપ્ત થતી પ્રજાતિ માટે નવી આશા

વન સંરક્ષકે વધુમાં જણાવ્યું કે આ સફળતા સાથે હવે લુપ્ત થતી આ પ્રજાતિની સંખ્યા વધારવાની નવી આશા જાગી છે. આ મોડેલ ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની શકે છે. હાલ વન વિભાગ આ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ ઓછો કરવા અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે.

Breaking News : ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર, જુઓ Video

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">