AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાનના ‘પરમાણુ ગઢ’ પર અમેરિકા-ઈઝરાયેલનો સીધો ‘ઘા’, ન્યુક્લિયર પ્લાન્ટના દરવાજા સુધી પહોંચ્યો આ ઘાતકી હુમલો

ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે સીધો પરમાણુ મથકોની સરહદ સુધી પહોંચી ગયો હોય તેમ જણાય છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટના પેરિમીટર ફેન્સિંગ પાસે થયેલા હુમલાને કારણે પ્લાન્ટની કેટલીક ઇમારતોને નુકસાન થયું છે.

Breaking News: ઈરાનના 'પરમાણુ ગઢ' પર અમેરિકા-ઈઝરાયેલનો સીધો 'ઘા', ન્યુક્લિયર પ્લાન્ટના દરવાજા સુધી પહોંચ્યો આ ઘાતકી હુમલો
| Updated on: Apr 04, 2026 | 7:17 PM
Share

ઈરાન સામેના યુદ્ધમાં છેલ્લા 24 કલાકમાં ઐતિહાસિક નુકસાન વેઠ્યા બાદ અમેરિકા અને ઈઝરાયેલે સાથે મળીને ઈરાનના વીજ પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર અત્યંત ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે. ઈરાનના બુશેહર પ્લાન્ટ પર ઈઝરાયેલ અને અમેરિકાનો આ ચોથો મોટો હુમલો હતો, જે ન્યુક્લિયર પ્લાન્ટની ‘પેરિમીટર ફેન્સિંગ’ (સીમાની વાડ) પાસે કરવામાં આવ્યો હતો. જો કે, ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલા છતાં ‘પ્લાન્ટનું સંચાલન અવિરત ચાલુ છે.’

અમેરિકા-ઈઝરાયેલે ઈરાની હુમલાનો આપ્યો જવાબ

એવું માનવામાં આવે છે કે, ઈરાનના તે ઘાતક હુમલાનો ઈઝરાયેલ અને અમેરિકાએ આ જવાબ આપ્યો છે, જેમાં ઈરાને અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ, એરક્રાફ્ટ કેરિયર અને એટેક હેલિકોપ્ટર સહિત MQ-9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાનના દાવા મુજબ, તેના હુમલામાં છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ અત્યાર સુધીના યુદ્ધમાં સૌથી મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ઈરાને અમેરિકી યુદ્ધ વિમાનો પર આ હુમલો ત્યારે કર્યો, જ્યારે ટ્રમ્પે 2 દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તેહરાનની મિસાઈલ છોડવાની અને એર ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે.

IAEA એ હુમલાનો સખત વિરોધ નોંધાવ્યો

ઈરાનના બુશેહર પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર થયેલા તાજેતરના હુમલા અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા નિરીક્ષણ એજન્સી (IAEA) એ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. IAEA એ જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા બુશેહર પરમાણુ કેન્દ્ર પર કરવામાં આવેલા હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટક તરંગો અને ટુકડાઓને કારણે પ્લાન્ટમાં સ્થિત ઈમારતને નુકસાન થયું છે. એજન્સીએ ટાંક્યું છે કે, ‘પરમાણુ ઊર્જા પ્લાન્ટના સ્થળો પર ક્યારેય હુમલો થવો જોઈએ નહીં.’

80% ગે અને 20% બાયસેક્સ્યુઅલ! પાકિસ્તાનનું એ ભયાનક સત્ય જે અત્યાર સુધી દબાયેલું હતું, વિશ્વાસ ના આવતો હોય તો આ Video જોઈ લો

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">