AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા, ભર ઉનાળે બરફની ચાદર છવાઈ, જુઓ Video

Breaking News : રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા, ભર ઉનાળે બરફની ચાદર છવાઈ, જુઓ Video

| Updated on: Apr 04, 2026 | 11:07 AM
Share

ઉનાળામાં અચાનક વાતાવરણમાં બદલાવ થયો છે, જેમાં અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, ધૂળની ડમરી, તોફાન, કરાં અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે

ઉનાળામાં અચાનક ચોમાસાની જેમ વાતાવરણ બદલાયું છે. સામાન્ય રીતે શિયાળા અને ઊનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવે ત્યારે વરસાદી ઝાપટા પડ્તા હોય છે. જો કે આ વખતે આવેલા વાતાવરણમાં પલટાએ તો સ્થિતિ તદ્દન બદલી નાખી છે. સામાન્ય રીતે રાજસ્થાનના જે રણમાં ઊનાળામાં ધમધોકાર તડકો અને આકરી ગરમીનો અનુભવ થતો હોય છે, ત્યાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.

રણમાં બરફ વર્ષા!

રાજસ્તાનના જેસલમેર અને બિકાનેરમાં ઊનાળામાં વાતાવરણ પલટાઇ ગયુ છે. અચાનક જ વાવાઝોડા સાથે કરાનો વરસાદ થવા લાગ્યો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. એક તરફ કરાના વરસાદથી અહીંના સ્થાનિક લોકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. બીજી તરફ જ્યાં નજર પડે ત્યાં બરફ જ બરફનો નજારો જોઇ અહીંના સ્થાનિકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.

દેશના અનેક રાજ્યમાં વરસાદ

ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ સહિતના વિસ્તારોમાં વરસાદ, ધૂળની ડમરી, તોફાન અને કરા પડવા જેવા પ્રાકૃતિક પ્રતિક્રિયાઓ જોવા મળ્યાં છે. રાજસ્થાનના જયપુર અને ચુરૂમાં ધૂળની ડમરી, પવન સાથે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, અને સાથે જ 7 જિલ્લાઓમાં હળવા વરસાદનો માહોલ રહ્યો છે.

કમોસમી વરસાદની આગાહી

આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં કમોસમી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કરાં પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Published on: Apr 04, 2026 11:06 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">