AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિવાદમાં ફસાઈ ટાટાની આ કંપની! કરોડોની નોટિસ છતાં શેરના ભાવમાં તેજીનો કરંટ

શેરબજારમાં ટાટા ગ્રુપની એક દિગ્ગજ કંપનીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ આ કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં નફો અને રેવન્યુમાં આઠ ગણો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, તો બીજી તરફ 1,755 કરોડ રૂપિયાથી વધુની નોટિસ મળતા ચિંતાના વાદળો છવાયા છે.

| Updated on: Apr 04, 2026 | 8:13 PM
Share
ટાટા ગ્રુપની આ કંપનીએ શનિવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, કંપનીને ઝારખંડના રામગઢ સ્થિત ડિસ્ટ્રિક્ટ માઈનિંગ ઓફિસ (DMO) તરફથી 1,755 કરોડ રૂપિયાથી વધુની ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીએ જણાવ્યું કે, આ નોટિસ 30 માર્ચ 2026ની છે, જે કંપનીને 3 એપ્રિલ 2026ના રોજ મળી હતી. નોટિસમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપનીએ તેની વેસ્ટ બોકારો કોલિયરી (Colliery) માંથી નાણાકીય વર્ષ 2000-01 થી વર્ષ 2006-07 દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતા આશરે 1.62 કરોડ મેટ્રિક ટન વધુ કોલસાનું ખનન કર્યું છે.

1 / 5
આ કાર્યવાહી 'કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' (Common Cause vs Union of India) ના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા આધારો પર કરવામાં આવી છે. આ વધારાના ઉત્પાદનને કારણે કંપની પાસે કુલ 1,755.10 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. કંપની મેનેજમેન્ટનું માનવું છે કે, આ ડિમાન્ડ ઉચિત અને મજબૂત આધાર પર નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તે આ નોટિસને પડકારશે.

2 / 5
ડિસેમ્બર 2025 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો વધીને 2,689 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ગાળાના 327 કરોડ રૂપિયાના નફા કરતાં આઠ ગણાથી પણ વધુનો વધારો દર્શાવે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી થતી આવક (રેવન્યુ) ગયા વર્ષના સમાન ગાળાના 53,648 કરોડ રૂપિયાથી 6 ટકા વધીને 57,002 કરોડ રૂપિયા થઈ છે.

3 / 5
ગુરુવારે કંપનીનો શેર 0.57 ટકાના ઘટાડા સાથે 193.50 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 37.83 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં ટાટા ગ્રુપની આ કંપનીના શેરે રોકાણકારોને 124 ટકાથી વધુનું વળતર આપ્યું છે.

4 / 5
લેટેસ્ટ ચાર્ટ વિશ્લેષણ મુજબ, 32 નિષ્ણાતોએ ટાટા સ્ટીલના શેર માટે આગામી એક વર્ષનો પોઝિટિવ ફોરકાસ્ટ રજૂ કર્યો છે, જેમાં શેરનો સરેરાશ ટાર્ગેટ ભાવ 213.09 INR અંકાયો છે. હાલમાં શેર વર્તમાન કિંમતથી અંદાજે 9.76% નો ઉછાળો સૂચવે છે. વિશ્લેષકોના મતે જો બજારમાં તેજી જળવાઈ રહેશે, તો શેર મહત્તમ 250.00 INR (+28.77%) સુધી પહોંચી શકે છે, જ્યારે નકારાત્મક સંજોગોમાં તે ઘટીને 160.00 INR (-17.59%) ના લઘુત્તમ સ્તર સુધી જઈ શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: સામાન્ય માણસથી લઈને વેપારીઓ સુધી… બધાની ઊંઘ ઊડી ! સરકારના એક નિર્ણયથી સોનાની કિંમતોમાં મોટા ઉલટફેરના એંધાણ

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">