AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPLના ક્રેઝ વચ્ચે, રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ધ રિવેન્જ’ને મોટો ઝટકો લાગ્યો

રણવીર સિંહની ધુરંધર 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મે 14માં દિવસે કમાણી મામલે વર્ષ 2025માં આવેલી પોતાના પહેલા પાર્ટથી પાછળ રહી ગઈ છે. તો ચાલો જાણીએ કે, ફિલ્મે રિલીઝના 2 અઠવાડિયામાં દુનિયાભરમાં કેટલું કલેક્શન કર્યું છે.

Breaking News : IPLના ક્રેઝ વચ્ચે, રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર ધ રિવેન્જ'ને મોટો ઝટકો લાગ્યો
| Updated on: Apr 02, 2026 | 11:47 AM
Share

Dhurandhar 2 Box Office Collection Day 14 : રણવીર સિંહની ધુરંધર 2 સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ અનેક રેકોર્ડ તોડ્યા છે. અત્યારસુધી કોઈ દિવસ એવો રહ્યો નથી કે, ફિલ્મે 20 કરોડથી ઓછી કમાણી કરી છે પરંતુ એક વાત સાચી છે કે, ફિલ્મને લઈ ક્રિએટ થયેલી હાઈપને જોઈ ક્લેક્શન વધારે થઈ શકતું હતુ પરંતુ હાલમાં આવું કાંઈ જોવા મળી રહ્યું નથી. ફિલ્મે બુધવારના રોજ અત્યારસુધીની સૌથી ઓછી કમાણી કરી છે. આનું કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક લોકોનું એવું માનવું છે કે, આઈપીએલ 2026ની શરુઆત પછી આ ફિલ્મની કમાણી ઓછી થઈ રહી છે.

બીજી બાજુ કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે, ધુરંધર2ન ચાલવાનું કારણ આ ફિલ્મ પણ છે. ફિલ્મ લીક થવી અને તેના પર પ્રોપગેન્ડાનો ટેગ લગાવવો પણ આ ફિલ્મ વિરુદ્ધ હતો. હવે ફિલ્મની કમાણીને લઈ આટલા શાનદાર કલેકશન પછી ફિલ્મે પહેલા પાર્ટના 14 દિવસના કલેક્શનને પણ પહોંચી થી. તો ચાલો જાણીએ 14 દિવસમાં આ ફિલ્મનું કલેક્શન કેવું રહ્યું છે.

ધુરંધર 2એ ભારતમાં કેટલી કમાણી કરી ?

ધુરંધર 2 ફિલ્મની વાત કરવામાં આવે તો, ભારતમાં 14 દિવસનું નેટ કલેક્શન 920.02 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. ફિલ્મના ગ્રાસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 1,101.47 કરોડ રુપિયાનું કલેક્શન કરી ચૂકી છે. ટુંકમાં ભારતમાં જ આ ફિલ્મે 1100 કરોડથી વધારેની કમાણી કરી છે.

કેટલું થયું ધુરંધર 2નું વર્લ્ડવાઈડ કલેક્શન?

ધુરંધર 2 ફિલ્મને વિદેશમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મના કલેક્શન ઓરસીઝ કલેક્શન મામલે 365 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1466.47 કરોડ રુપિયા થયું છે. ફિલ્મની ગતિ બીજા અઠવાડિયાના વીકએન્ડમાં ખુબ ઓછી જોવા મળી છે. ફિલ્મની વાત કરીએ તો ટુંક સમયમાં 1500 કરોડનું ક્લેક્શન કરી શકે છે. આ માટે ફિલ્મને હવે માત્ર 34 કરોડ રુપિયાની જરુર છે.

આઈપીએલ બન્યું મોટું કારણ

ફિલ્મનું ક્લેક્શન ઓછું થવાના કેટલાક કારણો સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ 2026ની શરુઆત આ ફિલ્મની કમાણી પર અસર પડી છે. જ્યારે આઈપીએલ શરુ થઈ ત્યારથી ફિલ્મની કમાણી ઓછી થઈ રહી છે. આ સિવાય ફિલ્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઈ ગઈ છે. આ બંન્ને પોઈન્ટ આ ફિલ્મની અડચણ બની છે. હવે જોવાનું રહેશે આ વીકએન્ડમાં ફિલ્મ કેટલી કમાણી કરે છે.

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર: પ્રસાદમાં પાઉંભાજી ખાતા 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ
ભાવનગર: પ્રસાદમાં પાઉંભાજી ખાતા 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના
ઈસુદાન ગઢવીની અટકાયત: ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા
ઈસુદાન ગઢવીની અટકાયત: ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા
ગાયે 2 સિંહણ સામે લડી બચાવ્યો જીવ, CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો
ગાયે 2 સિંહણ સામે લડી બચાવ્યો જીવ, CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો
સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, જુઓ Video
રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, જુઓ Video
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
g clip-path="url(#clip0_868_265)">