AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 5 મેચમાં 4 વખત કર્યો તિલક વર્માને આઉટ, ખાતું પણ ખોલવા ન દીધું, જોરદાર કેચ પકડ્યો

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર મુકેશ કુમારે IPL 2026 ની આઠમી મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી. તેણે એક જ ઓવરમાં DC ને બે મોટી સફળતાઓ અપાવી. તેણે તિલક વર્માને શૂન્ય પર આઉટ કરી મુંબઈને મોટો ઝટકો આપ્યો હતો.

Breaking News: 5 મેચમાં 4 વખત કર્યો તિલક વર્માને આઉટ, ખાતું પણ ખોલવા ન દીધું, જોરદાર કેચ પકડ્યો
Mukesh KumarImage Credit source: X
| Updated on: Apr 04, 2026 | 5:06 PM
Share

IPL 2026 ની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય સંપૂર્ણપણે સાચો સાબિત થયો, કારણ કે દિલ્હીની ઝડપી બોલિંગે શરૂઆતની ઓવરોમાં મુંબઈની ઇનિંગ્સને ખોરવી નાખી. મેચની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ ફાસ્ટ બોલર મુકેશ કુમારે નવા બોલથી પોતાની પહેલી ઓવરમાં 8 રન આપ્યા. જોકે, તેની બીજી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

મુકેશ કુમારે એક ઓવરમાં 2 વિકેટ લીધી

મુકેશ કુમારે ત્રીજી ઓવરના ત્રીજા બોલે મુંબઈના ઓપનર રાયન રિકેલ્ટનને આઉટ કર્યો. ત્યારબાદ તેણે તે જ ઓવરના પાંચમા બોલે તિલક વર્માને આઉટ કર્યો. તિલક વર્મા પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો અને ફક્ત બે બોલનો સામનો કર્યા પછી આઉટ થયો. મુકેશે એલ ધીમી બોલ કરી, જેને તિલકે ઝડપથી રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ મુકેશ તરફ પાછો ગયો. મુકેશે એક શાનદાર કેચ પકડ્યો. આમ, એક ઓવરમાં બે વિકેટ લઈને મુકેશે દિલ્હીને મજબૂત શરૂઆત અપાવી.

ચોથી વાર મુકેશે તિલકને કર્યો આઉટ

મુકેશ કુમાર હંમેશા તિલક વર્મા સામે મજબૂત પ્રતિસ્પર્ધી રહ્યો છે. બંને વચ્ચેની પાંચ IPL મેચોમાં તિલક ફક્ત 26 રન બનાવી શક્યો છે, જેમાં ચાર વખત મુકેશ સામે આઉટ થયો હતો. તેની સરેરાશ ફક્ત 6.5 છે, જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 173.3 છે. મુકેશની સચોટ લાઇન અને લેન્થ બોલિંગ તિલક જેવા આક્રમક બેટ્સમેનને પરેશાન કરવામાં સફળ રહી છે.

પાવરપ્લેમાં મુંબઈએ 41 રન બનાવ્યા

મુકેશ કુમારની શાનદાર બોલિંગને કારણે, મુંબઈ ઈન્ડિયન્સ પાવરપ્લેમાં ફક્ત 41 રન જ બનાવી શક્યું. જોકે, 18 રનમાં પહેલી બે વિકેટ ગુમાવ્યા બાદ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ઇનિંગ્સને સ્થિર કરી. બંને ખેલાડીઓ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા થયો બહાર, જાણો કોના હાથમાં ટીમની કમાન

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">