AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાને કહ્યું-અમેરિકા-ઈઝરાયેલ જો આ ભૂલ કરશે તો તહેરાન તો ઠીક, ખાડીના દેશો પણ તબાહ થઈ જશે

અમેરિકા અને ઈઝરાયેલે ભેગા થઈને ઈરાનના એક શહેર પર કરેલા હવાઈ હુમલાથી છેલ્લા 36 દિવસથી ચાલતુ યુદ્ધ હવે ખતરનાક સ્થિતિએ પહોંચી ગયુ છે. ઈરાન ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ હવે માત્ર વૈશ્વિક ઈંધણ અને ગેસ પુરવઠા અંગે જ નહીં પરંતુ પરમાણુ કિરણોત્સર્ગી પ્રવાહ લીક થવાની ભારે સંભાવના અંગે પણ ચિંતાઓને વેગ આપ્યો છે.

Breaking News : ઈરાને કહ્યું-અમેરિકા-ઈઝરાયેલ જો આ ભૂલ કરશે તો તહેરાન તો ઠીક, ખાડીના દેશો પણ તબાહ થઈ જશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2026 | 8:48 AM
Share

અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઈરાનના બુશેહર પરમાણુ વીજ પ્લાન્ટ પર કરેલા હુમલાએ આ પ્રદેશમાં યુદ્ધને હવે ખતરનાક વળાંક પર લાવી દીધુ છે. એક જ મહિનામાં બુશહેરમાં આ ચોથો હુમલો હોવાથી, પરમાણુ વિનાશનો ભય વધી રહ્યો છે. આવી ઘટનામાંથી નીકળતો કિરણોત્સર્ગી પ્રવાહ તેહરાનથી આગળ વધી શકે છે. જે સંભવત ખાડીના દેશો સુધી પહોંચી શકે છે. આ સંઘર્ષ હવે માત્ર વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા અંગે જ નહીં પરંતુ રેડિયોએક્ટિવ લીક થવાની શક્યતા અંગે પણ ચિંતાઓને વેગ આપી રહ્યો છે.

ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા બુશેહર ન્યુક્લિયર વીજ પ્લાન્ટ પર વધુ એકવાર અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને હુમલો કર્યો છે. જે આ યુદ્ધને અત્યંત જોખમી વળાંક પર ધકેલી દીધુ છે. આ માત્ર એક મહિનાના સમયગાળામાં પરમાણુ સુવિધા પર ચોથો હુમલો છે. જ્યારે યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠો ખોરવી ચૂક્યું છે, ત્યારે મુખ્ય ભય હવે સંભવિત પરમાણુ અકસ્માત પર કેન્દ્રિત છે – એક એવી આપત્તિ જે કોઈ સરહદ જાણતી નથી. તેના પરિણામો સમગ્ર ખાડીના દેશોમાં અનુભવાશે. ન્યુક્લિયર રેડિયોએક્ટિવ ફક્ત તેહરાન જ નહીં, પરંતુ સમગ્ર ગલ્ફના દેશોને પણ અસર કરશે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન, અબ્બાસ અરાકચીએ કડક ચેતવણી આપી છે કે, જો બુશેહર પર સીધો હુમલો કરાશે, તો પરિણામી કિરણોત્સર્ગી અસર ફક્ત તેહરાન સુધી જ મર્યાદિતનહીં રહે, પરંતુ ગલ્ફ દેશોની રાજધાની સુધી પણ ફેલાઈ શકે છે.

કિરણોત્સર્ગી લીક થવાની સ્થિતિમાં, પ્રવર્તમાન પવનો અને સમુદ્રી પ્રવાહો દૂષણ ફેલાવી શકે છે, જે સમગ્ર પ્રદેશને અસર કરશે. પર્સિયન ગલ્ફના દરિયાકિનારા પર આવેલ ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ની “નિષ્ક્રિયતા” અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, IAEA એ આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું છે કે રેડિયેશનના સ્તરમાં અત્યાર સુધી કોઈ વધારો જોવા મળ્યો નથી. એજન્સીના ડિરેક્ટર જનરલ, રાફેલ ગ્રોસીએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, લશ્કરી હુમલામાં પરમાણુ સ્થળોને ક્યારેય નિશાન બનાવવું જોઈએ નહીં.

ખતરો બોમ્બનો નહીં, ખોટી જગ્યાએ રાખેલી મિસાઈલોથી છે

યુદ્ધ દરમિયાન ઘણીવાર પરમાણુ બોમ્બની આસપાસ ચર્ચા અને ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે નિષ્ણાતો ચેતવણી આપે છે કે, હાલમાં સૌથી તાત્કાલિક અને નોંધપાત્ર ખતરો પરમાણુ અકસ્માતનું જોખમ છે. જો કોઈ મિસાઈલ, પછી ભલે તે આકસ્મિક રીતે હોય કે વ્યૂહાત્મક રીતે, પરંતુ પરમાણુ પ્લાન્ટના સંવેદનશીલ ઘટક – જેમ કે રિએક્ટર કોર, વપરાયેલ બળતણ પૂલ, અથવા ઠંડક પ્રણાલી પર અથડાય, તો તેના પરિણામો વિનાશક જ હોય છે. આવી ઘટના પ્લાન્ટથી સેંકડો કિલોમીટર દૂર ફેલાયેલા વિસ્તારને કિરણોત્સર્ગી લીક થવાનો ભય રહી શકે છે. લાખો લોકોના જીવનને જોખમમાં મુકાશે, અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

Breaking News : હવે થશે સંગ્રામ..! હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પની ઈરાનને સૌથી મોટી ચેતવણી, કહ્યું 48 કલાક બાદ વર્તાશે કહેર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">