Rajkot Municipal Corporation Elections: કોંગ્રેસમાં ઉમેદવારોના નામને લઇને ગરમાવો, 20થી વધુ નામ પર અંતિમ મહોર
Rajkot Municipal Corporation Elections: સૂત્રો મુજબ કોંગ્રેસ આ વખતે અનુભવી અને જૂના જોગીઓને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. જોકે, કેટલાક વોર્ડમાં આંતરિક મતભેદો પણ ખુલ્લા પડી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય તાપમાન વધતું જાય છે. કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 20થી વધુ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર વાગી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. અનેક ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
સૂત્રો મુજબ, કોંગ્રેસ આ વખતે અનુભવી અને જૂના જોગીઓને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. જોકે, કેટલાક વોર્ડમાં આંતરિક મતભેદો પણ ખુલ્લા પડી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 15માં પૂર્વ કોર્પોરેટર ભાનુ સોરાણી અને તેમના પતિની દાવેદારીને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે.
કોંગ્રેસમાં ટિકિટ માટે અનેક દાવેદારો વચ્ચે સ્પર્ધા
આ ઉપરાંત પ્રવિણ સોરાણી ભાજપ સાથે બેઠક કરી હોવાના દાવા વચ્ચે તેમના જ વોર્ડમાં ટિકિટ કાપવાની ચર્ચાઓ તેજ બની છે.
કોંગ્રેસમાં ટિકિટ માટે અનેક દાવેદારો વચ્ચે સ્પર્ધા છે. જેમાં રમેશ જુંજા, નયનાબા જાડેજા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ઠાકરશી ગજેરા, શૈલેષ સાકરીયા સહિતના નામો ચર્ચામાં છે.
ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસમાં આંતરિક રાજકારણ તેજ બન્યું છે, ત્યારે હવે અંતિમ યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થશે કે કોણ મેદાનમાં ઉતરશે અને કોણ બહાર રહેશે.
Breaking News: સુરતના કાપડ બજારને ‘યુદ્ધ’નો માર! ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, હજારો વેપારીઓ સંકટમાં
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત
