AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન મુસાફરો ! ટોલ નાકા પર હવે તમારી ‘ઓળખ’ નહીં કામ આવે, 10 એપ્રિલથી હાઈવે પર ID કાર્ડ બતાવ્યું તો ખિસ્સું થશે ખાલી!

શું તમે પણ ટોલ નાકા પર રોકડ આપો છો કે ID કાર્ડ બતાવો છો? તો સાવધાન! 10 એપ્રિલ 2026થી ભારત સરકારના નવા નિયમો તમારા ખિસ્સા પર મોટો ફટકો મારશે. જાણો કેમ હવે રોકડ નહીં ચાલે અને કેવી રીતે છૂટ મેળવનારાઓને પણ ફાસ્ટેગ લેવો પડશે.

| Updated on: Apr 05, 2026 | 8:02 AM
Share
10 એપ્રિલ 2026થી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. હવે ટોલ પ્લાઝા પર તમારી પાસે રહેલી રોકડ માત્ર કાગળનો ટુકડો બની જશે, કારણ કે કેશ પેમેન્ટ સ્વીકારવાનું સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે.

1 / 8
અત્યાર સુધી સરકારી ઓળખપત્ર બતાવીને મફતમાં ટોલ પાર કરનારાઓ માટે આંચકાજનક સમાચાર છે. હવે વ્યક્તિગત મુસાફરી દરમિયાન ID કાર્ડ બતાવવાથી ટોલમાંથી મુક્તિ નહીં મળે; આ જૂની પ્રથાનો કાયમી અંત આવ્યો છે.

2 / 8
કેન્દ્રીય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હવેથી માત્ર FASTag અથવા UPI દ્વારા જ ટોલની ચૂકવણી થઈ શકશે. જે મુસાફરો પાસે આ સુવિધા નથી, તેમને હાઈવે પર પ્રવેશતા પહેલા જ વિચારવું પડશે.

3 / 8
જો તમારી પાસે FASTag નથી અને તમે UPI દ્વારા પેમેન્ટ કરવા માંગો છો, તો તૈયાર રહેજો. સામાન્ય ટોલ કરતા તમારે 1.25 ગણો વધુ ટેક્સ ચૂકવવો પડશે. ટેકનોલોજીના જમાનામાં આળસ મોંઘી પડશે.

4 / 8
જો કોઈ વાહન ચાલક ડિજિટલ પેમેન્ટ કરવાનો ઇનકાર કરશે, તો નેશનલ હાઈવે રૂલ્સ, 2008 હેઠળ તેને પ્રવેશતા રોકવામાં આવશે. એટલું જ નહીં, ઈ-નોટિસ જારી થશે અને 3 દિવસમાં દંડ ન ભર્યો તો રકમ બમણી થઈ જશે.

5 / 8
જે વાહનો ખરેખર છૂટને પાત્ર છે, તેમણે હવે 'એક્ઝેમ્પટેડ ફાસ્ટેગ' લેવું પડશે. ખાનગી ગાડીમાં સરકારી ઓળખપત્રનો ઉપયોગ કરીને કતારમાંથી બચવાના રસ્તાઓ હવે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે.

6 / 8
હાઈવેનો નિયમિત ઉપયોગ કરનારાઓ માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસની કિંમત વધારીને 3,075 રૂપિયા કરી દેવામાં આવી છે. આ પાસ દ્વારા વર્ષમાં 200 મુસાફરીની સુવિધા મળશે, પણ તેના માટે પણ ડિજિટલ માધ્યમ અનિવાર્ય છે.

7 / 8
આ કડક પગલાં પાછળ NHAIનો હેતુ ટોલ નાકા પરની લાંબી કતારો ઘટાડવાનો છે. આગામી સમયમાં કેમેરા અને RFID ટેકનોલોજી દ્વારા ગાડી ઉભી રાખ્યા વગર જ આપોઆપ ટોલ કટ થઈ જાય તેવી વ્યવસ્થા લાગુ કરાશે.

8 / 8

બાઈકમાં પહેલો ગિયર નીચે જ કેમ લાગે છે? 99% લોકો નથી જાણતા આ ‘ખતરનાક’ કારણ!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">