મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ મહિનાના મીની વેકેશન બાદ ફરી મસાલા પાકોની આવક શરૂ થઈ..ઊંઝા APMCમાં દરરોજ 40 હજારથી 50 હજાર બોરી જીરાની આવક નોંધાઈ છે..7 હજાર બોરી ઈસબગુલ અને ૫ હજાર બોરી જેટલા ધાણાની આવક નોંધાઈ રહી છે..આ ઉપરાંત વરિયાણી, મેથી, રાઈ, અજમા સહિતના મસાલા પાકથી ઊંઝા APMC ઉભરાઈ રહ્યું છે..મસાલા પાકના ભાવની વાત કરીએ તો હાલ એક મણ જીરાનો ભાવ 4 હજારથી લઈને 4 હજાર 500 સુધી બોલાઈ રહ્યા છે..સ્થાનિક બજારમાં માસાલા પાકની માગ તો છે પરંતુ બીજી તરફ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ ઠપ છે..જેના કારણે ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે..આગામી સમયમાં જીરાના ભાવમાં વધારો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે