Breaking News: ધોરણ 12 બોર્ડની રીપીટ પરીક્ષામાં મોટો કૌભાંડ, શિક્ષકે જ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી
શિક્ષકને ભણાવતા કે પછી વિદ્યાર્થીઓ ફટકારતા જોયા છે પણ, આવું પહેલીવાર બની રહ્યું છે કે શિક્ષક જ વિદ્યાર્થિની જગ્યાએ પેપર આપવા બેઠા હોય. આ ઘટનાની જાણ થતા શિક્ષણ અધિકારીઓ દોડતા થયા છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં ધોરણ 12ની રીપીટ પરીક્ષામાં ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ધોરણ 12 બોર્ડની લેવાઈ રહેલ રીપીટ પરીક્ષામાં એક શિક્ષકે જ ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હતી. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સીટ નંબર, પરીક્ષાની રસીદ અને CCTV ફૂટેજ દ્વારા થયો છે.
બોર્ડની પરિક્ષામાં શિક્ષક વિદ્યાર્થી બની પરીક્ષા આપવા બેઠા
શિક્ષકને ભણાવતા કે પછી વિદ્યાર્થીઓ ફટકારતા જોયા છે પણ, આવું પહેલીવાર બની રહ્યું છે કે શિક્ષક જ વિદ્યાર્થિની જગ્યાએ પેપર આપવા બેઠા હોય. આ ઘટનાની જાણ થતા શિક્ષણ અધિકારીઓ દોડતા થયા છે. પ્રાથમિક તપાસ મુજબ, પરીક્ષા માટે નાણાકીય સોદો થયો હતો કે નહીં તે અંગેની વિગત પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે તરત જ પગલાં ભરીને મામલે ફરિયાદ નોંધાવી છે. આ પગલાંથી શિક્ષણ વિભાગે પરીક્ષાની પારદર્શિતા અને નિયમો જાળવવા માટે સંકેત આપ્યો છે.
CCTVના આધારે થયો કૌભાંડનો ખુલાસો
આ મામલામાં આરોપી શિક્ષક ધાર્મિક ઢાપા સહિત અન્ય એક શખ્સ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બંને પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને તપાસ અધિકારીઓ આગળના પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
અધિકારીઓએ ફરિયાદ નોંધાવી
સ્થાનિક શિક્ષણ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ, ભવિષ્યમાં આવા કૌભાંડ અટકાવવા માટે કડક પગલાં લેવા માટે આશ્વાસન આપ્યું છે. તેની સાથે જ, વિદ્યાર્થીઓ અને માતાપિતા દ્વારા આ અંગે જાગૃતિ અને શૈક્ષણિક નિયમોનું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષામાં મોટો કૌભાંડ, શિક્ષકે જ વિદ્યાર્થી બની પરીક્ષા આપી
સિંગતેલના ભાવ ભડકે બળ્યા, 3000ને પાર થયો ડબ્બો
સંબંધીઓ તરફથી ટેકો મળશે, નાણાકીય લાભ થવાની સંભાવના છે
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video

