AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા, 5 જિલ્લામાં 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે માવઠાની આગાહી

Breaking News : અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા, 5 જિલ્લામાં 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે માવઠાની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2026 | 8:29 PM
Share

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવા સાથે અનેક જિલ્લાઓમાં વત્તાઓછા અંશે કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ સમી સાંજે આકાશમાં ઘૂળની ડમરી ચડવા સાથે ઝડપી પવન ફુંકાયો હતો, ત્યાર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવા સાથે અનેક જિલ્લાઓમાં વત્તાઓછા અંશે કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ સમી સાંજે આકાશમાં ઘૂળની ડમરી ચડવા સાથે ઝડપી પવન ફુંકાયો હતો, ત્યાર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલમાં કરા પડ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 3 એપ્રિલની રાત્રના 10 વાગ્યા સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે, ખાસ કરીને પાંચ જિલ્લા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પાંચ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ વરસશે.

આ સિવાય હવામાન વિભાગે, રાજ્યના કૂલ 19 જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાનો સમાવેશ થાય છે. તો મધ્ય અને દશ્રિણ ગુજરાતમાં દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદાનો સમાવેશ થાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ જિલ્લા તેમજ દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ 19 જિલ્લાઓમાં રાત્રના 10 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Breaking News : આગામી સપ્તાહે ફરી ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">