AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી – સોનિયા ગાંધીની વધશે મુશ્કેલી, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં બન્નેનો નામોલ્લેખ

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના ઓવરસીઝ વડા સામ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આ ત્રણેય ઉપરાંત સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં ઈડીએ દાખલ કરેલ ચાર્જશીટમાં દર્શાવેલા આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.

રાહુલ ગાંધી - સોનિયા ગાંધીની વધશે મુશ્કેલી, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં બન્નેનો નામોલ્લેખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2025 | 7:40 PM

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ ઓવરસીઝ ચીફ સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ તપાસ એજન્સી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે, જેમાં આગામી સુનાવણી 25 એપ્રિલે થશે. સૂત્રો કહે છે કે કોંગ્રેસ પાર્ટી હાલમાં આ મુદ્દા પર કાનૂની સલાહ લઈ રહી છે. વકીલોની સલાહ લીધા પછી તે સત્તાવાર રીતે પોતાનો પક્ષ રજૂ કરશે.

તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) અને યંગ ઇન્ડિયાની લગભગ 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી. ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં PMLA હેઠળ આ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, 661.69 કરોડ રૂપિયાની મિલકત AJL સાથે જોડાયેલી છે જ્યારે લગભગ 90.21 કરોડ રૂપિયાની મિલકત યંગ ઇન્ડિયા સાથે જોડાયેલી છે.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ

‘X’ પર સુબ્રમણ્યમ સ્વામીની પોસ્ટ

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની આ કાર્યવાહી અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા X ઉપર પોસ્ટ કરી છે. આમાં તેમણે લખ્યું છે કે, સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે, EDએ નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.

તપાસમાં આ વાત સામે આવી

તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં, દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર, ED એ PMLA હેઠળ AJL અને યંગ ઈન્ડિયા સામે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન, એવું જાણવા મળ્યું કે કેસમાં સામેલ આરોપીઓએ મેસર્સ યંગ ઈન્ડિયન દ્વારા AJL ની સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. મેસર્સ એજેએલને અખબાર પ્રકાશિત કરવા માટે વિવિધ શહેરોમાં રાહત દરે જમીન આપવામાં આવી હતી.

AJL ને આટલું દેવું ચૂકવવું પડ્યું

AJL એ 2008 માં પ્રકાશન બંધ કરી દીધું. પછી મિલકતોનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થવા લાગ્યો. AJL એ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ને 90.21 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું હતું. જોકે, કોંગ્રેસ પાર્ટીએ 90.21 કરોડ રૂપિયાનું આ દેવું માફ કરી દીધું અને AJL ને નવી કંપની, મેસર્સ યંગ ઈન્ડિયનને માત્ર 50 લાખ રૂપિયામાં વેચવાનું કાવતરું ઘડ્યું.

દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">