અમદાવાદ એરપોર્ટ પર આજે 86 ફ્લાઈટ રદ, અમદાવાદ આવતી 50 અને અમદાવાદથી જતી 36 ફ્લાઈટ કેન્સલ, એરપોર્ટ પહોંચેલા પ્રવાસીઓ ફ્લાઈટ કેન્સલ થતાં મુશ્કેલીમાં મુકાયા ફ્લાઈટ અંગે યોગ્ય માહિતી ન મળતી હોવાના ઉઠ્યા આક્ષેપ, સુરત એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે અનેક ફ્લાઈટ રદ, બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણેની ફ્લાઈટ રદ, વડોદરાથી દિલ્લી, મુંબઈ, પુણે, હૈદરાબાદ જતી ફ્લાઈટ કેન્સલ, 10 દિવસમાં વડોદરાની 17 જેટલી ફ્લાઈટ કેન્સલ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ, રાજકોટ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની 8 ફ્લાઈટ રદ ગોવા જતી ફ્લાઈટ રદ થઈ હતી. અને મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા બાદ તેની જાણ થઈ હતી. કેટલાંક મુસાફરો નવસારીથી સુરત પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી. તો ગોવામાં બુકિંગ થઈ ચુક્યું હોઈ. મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. રાજકોટથી મુંબઈ જતી ત્રણ, દિલ્લીની બે તેમજ હૈદરાબાદ, ગોવા અને બેંગાલુરુની 1-1 ફ્લાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.