ખોરંભે પડેલ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોંબની ધમકી, એક ફ્લાઈટનુ અમદાવાદમાં તો બીજી ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિગ
પાઈલટ અને અન્ય સ્ટાફના કારણે છેલ્લા બે દિવસથી ખોરંભે પડેલ ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા સતત સમાચારોમાં ચમકી રહી છે. આજે ઈન્ડિગો એરલાઈન્સની બે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળતા એક ફ્લાઈટને અમદાવાદ તો બીજીને મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું.

ફ્લાઇટ રદ થવાને કારણે ઇન્ડિગો એરલાઈન્સ છેલ્લા બે દિવસથી સતત સમાચારમાં ઝળકી રહી છે. આજે હવે ઈન્ડિગની બે ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. 4 ડિસેમ્બરને ગુરુવારે બપોરે, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં હોવાની બોમ્બની ધમકી ઈમેઈલ મારફતે મળી હતી, જેના કારણે આ ફ્લાઈટને અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
છેલ્લા બે દિવસથી ઈન્ડિગો એરલાઈન્સ સતત સમાચારોમાં ઝળકી રહી છે. એક તરફ તેના પાઈલટ અને અન્યો કારણોસર ઈન્જિગોની ફ્લાઈટ રદ થઈ રહી છે અથવા તો નિર્ધારિત સમય કરતા કલાકો મોડી પડી રહી છે. જો કે, આજે આ બધાની સાથેસાથે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકીને કારણે પણ ઈન્ડિગો એરલાઈન્સ ચર્ચામાં છે. ઈન્ડિગોની બે ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી ઈમેઈલ મારફતે મળી છે. જેમા એક ફ્લાઈટ મદિનાથી હૈદરાબાદની છે. આ ફ્લાઈટને સુરક્ષા ચકાસણી અર્થે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું છે. મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-058 ને બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઇટમાં 80 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા
આ ઉપરાંત શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની અન્ય એક ફ્લાઇટને પણ બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે શારજાહથી હૈદરાબાદ જતી ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. બોમ્બની ધમકીની જાણ થતાં બંને ફ્લાઇટના મુસાફરો ગભરાઈ ગયા હતા. ઇન્ડિગોના કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓ પહેલાથી જ રનવે પર તૈનાત હતા. બધા મુસાફરોને ઝડપથી વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને સમગ્ર વિમાનની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હલ્લાબોલ, દિલ્લીની ફલાઈટ મોડી પડતા મુસાફરોએ ઈન્ડિગોના કર્મચારીઓ સાથે કરી ઉગ્ર બોલાચાલી, જુઓ Video