બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા, મગફળીના વેરહાઉસ અને ગોડાઉનની હાથ ધરી તપાસ, જુઓ Video
વાવ થરાદમાં કેન્દ્ર સરકારની નાફેડ અને ગુજકોમાસોલની વિજિલન્સ ટીમે ટેકાના ભાવે થતી ખરીદી કેન્દ્રોનું વ્યાપક નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ટીમોએ ધાનેરા અને થરાદ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા મગફળીના વેરહાઉસ અને ગોડાઉનોની વિગતવાર મુલાકાત લીધી હતી.
વાવ થરાદમાં કેન્દ્ર સરકારની નાફેડ અને ગુજકોમાસોલની વિજિલન્સ ટીમે ટેકાના ભાવે થતી ખરીદી કેન્દ્રોનું વ્યાપક નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ ટીમોએ ધાનેરા અને થરાદ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા મગફળીના વેરહાઉસ અને ગોડાઉનોની વિગતવાર મુલાકાત લીધી હતી. નિરીક્ષણનો મુખ્ય હેતુ ખરીદ કેન્દ્રો પર જણસની ગુણવત્તા, વજન કાંટાની ચોકસાઈ, પીઓએસ બિલ અને અન્ય જરૂરી દસ્તાવેજોની યોગ્યતાની ચકાસણી કરવાનો હતો.
ખેડૂતો સાથે રૂબરૂ ચર્ચા કરીને, ટીમે એ સુનિશ્ચિત કર્યું કે તેમની જણસના નાણાં તેમના બેંક ખાતામાં સમયસર અને નિયમિતપણે જમા થાય છે કે નહીં. આ ઉપરાંત, ટીમે તાજેતરમાં લાગુ કરાયેલી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સિસ્ટમના અમલીકરણ વિશે પણ ખેડૂતો પાસેથી પ્રતિભાવ મેળવ્યા હતા. ખેડૂતો દ્વારા આ સિસ્ટમમાં કોઈ ખાસ મુશ્કેલી કે સમસ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, ટીમે નોંધ્યું કે ખરીદી માટે આવતી મગફળીની ગુણવત્તા મોટાભાગે સારી છે અને ખેડૂતોને તેમની જણસના પૈસા એકથી બે કાર્યકારી દિવસોમાં તેમના ખાતામાં મળી રહ્યા છે. આ સમગ્ર વ્યવસ્થા અને કાર્યપ્રણાલીથી નાફેડની કેન્દ્ર સરકારની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો, જે દર્શાવે છે કે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
