બાબુ જગજીવન રામના જીવનની એક કલંકિત ઘટના અને ગાંધી પરિવારની બ્લેક મેઈલિંગને કારણે એક મહાન દલિત નેતા વડાપ્રધાન બનતા-બનતા રહી ગયા- વાંચો
આપણે બાબુ જગજીવન રામ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જગજીવન રામ જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીની સરકારન કેબિનેટના સૌથી પ્રખ્યાત મંત્રીઓમાંના એક હતા. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી કઈ ઘટના હતી જેણે જગજીવન રામની છબીને કલંકિત કરી? તો, આ કેટલાક અશ્લીલ અને વાંધાજનક ફોટોગ્રાફ્સ હતા જેણે 1970ના દાયકાના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. એ ફોટોગ્રાફ્સ કોના હતા? તેમને કોણે વાયરલ કર્યા? અને શા માટે? તેમા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ મેનકા ગાંધીનો શું રોલ હતો? ચાલો જાણીએ જગજીવનરામના જીવનની એ સૌથી મોટી ઘટના વિશે જેમણે તેમની પોલિટીકલ કેરિયરનો સત્યાનાશ કરી દીધો.

જગજીવન રામ ભારતના એક એવા રાજકારણી જેમણે દલિતો અને મજૂરોના હિતો માટે અનેક લડત ચલાવી. જેમનું સમર્થન મેળવવા માટે બ્રિટીશ સરકાર પણ હવાતિયા મારતી હતી. જગજીવન રામ ખૂબ નાની વયમાં જ ભારતના સૌથી યુવા સાંસદ બની ગયા અને આગામી 50 વર્ષ અગણિત ચૂંટણીઓ જીતી સંસદમાં ટકી રહ્યા હતા. તેમની આગેવાનીમાં જ ભારતે 1971માં ઈન્ડો-પાક યુદ્ધ જીત્યું હતુ, અને 1970ના દાયકામાં, તેઓ ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન બનવાની ખૂબ નજીક પહોંચ્યા. પરંતુ કંઈક એવું બન્યું જેનાથી તેમણે વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં રહેતા એક દલિત પરિવારને ત્યાં જન્મેલા બાબુ જગજીવન રામ સૌપ્રથમ 1937માં, ડિપ્રેસ્ડ ક્લાસ લીગના નેતા તરીકે, તેઓ ગ્રામીણ બેઠક પરથી બિહાર વિધાનસભામાં બિનહરીફ ચૂંટાયા. આ ચૂંટણીમાં બાબુ જગજીવન રામ સાથે, પક્ષના 14 અન્ય ધારાસભ્યોએ પણ ચૂંટણી જીતી. તે...
