Australia Work Visa : ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવી છે ? પહેલાં Visa માટે ‘Skill Migration System’ સમજવી ખૂબ જરૂરી
ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે નોકરી અને ઉચ્ચ જીવનશૈલીનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં કામ કરવા માટે Skill Migration Framework અને Tier-based Visa System સમજવું અનિવાર્ય છે.

ઓસ્ટ્રેલિયા એ એવો દેશ છે જ્યાં વિશ્વભરના લોકો કામ કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ભારતીયો મોટી સંખ્યામાં અહીં કારકિર્દી બનાવે છે અને સારો પગાર, ઉચ્ચ જીવનસ્તર અને સુરક્ષિત કામનું વાતાવરણ મેળવે છે. ઓસ્ટ્રેલિયામાં રોજગાર માટે અનેક પ્રકારના વિઝા ઉપલબ્ધ છે, પરંતુ નોકરી મેળવવા માટે તમામ જરૂરી નિયમો અને પ્રક્રિયાની સંપૂર્ણ સમજ હોવી જરૂરી છે. યોગ્ય માહિતી સાથે અરજી કરવાથી Work Visa મેળવવાની સંભાવના ઘણી વધી જાય છે.

Skill Migration Framework — વિઝાની રચના સમજવાનો પહેલુ પગલું : ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે અરજી કરતા પહેલા ‘Skill Migration Framework’ સમજવું મહત્વપૂર્ણ છે. આ પ્રણાલી વડે વિદેશી કામદારો કેવી રીતે દેશમાં આવી શકે છે, કામ કરી શકે છે અને પછી કાયમી રહેવાસી બની શકે છે તે અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા મળે છે. વિવિધ પ્રકારના વિઝા ટૂંકા ગાળાના, કામચલાઉ (Temporary) અને કાયમી (Permanent) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેથી દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે યોગ્ય વિઝા પસંદ કરી શકે.

ઓસ્ટ્રેલિયાનો Tier-Based Visa System — કુશળ કામદારો માટે તક : ઓસ્ટ્રેલિયા દેશની જરૂરિયાત પ્રમાણે કુશળ કામદારોની ભરતી માટે Tier-based સિસ્ટમનો ઉપયોગ કરે છે. દરેક વિઝાનો હેતુ અલગ હોય છે:

Short-Term Work Visa : આ વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ થોડા મહિનાઓ માટે નિશ્ચિત પ્રોજેક્ટ અથવા ટૂંકા સમયની નોકરી માટે ઓસ્ટ્રેલિયામાં આવે છે. જ્યાં કામદારોની અછત હોય છે તેવા ક્ષેત્રોમાં નિષ્ણાતોને લાવવા માટે આ વિઝાનો ઉપયોગ થાય છે.

Temporary or Skilled Work Visa : આ વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ 2–4 વર્ષ અથવા વધુ સમય માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવા ઈચ્છે છે. ખાસ કરીને Engineering, Healthcare, IT અને અન્ય ઉચ્ચ કૌશલ્યવાળા ક્ષેત્રોમાં કાર્યરત ઉમેદવારો માટે આ વિઝાનો માર્ગ સૌથી સામાન્ય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિઝા આગળ જઈને Permanent Residency (PR) તરફનો માર્ગ ખુલ્લો કરે છે — એટલે કે ઓસ્ટ્રેલિયામાં થોડા વર્ષો નોકરી બાદ PR મેળવવાની તક મળે છે.

Permanent Skilled Visa (PR Pathway) : આ વિઝા એવા કુશળ વ્યક્તિઓને આપવામાં આવે છે જે લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં યોગદાન આપી શકે. આ વિઝા મેળવનાર વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો કાયમી રહેવાસી બની શકે છે અને લાંબા ગાળે કારકિર્દી બનાવવાની તક મેળવે છે.
Doctor on Train : ચાલતી ટ્રેનમાં અચાનક કોઇની તબિયત બગડે તો આ નંબર પર કોલ કરો.. ડૉક્ટર આવશે
