વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો જન્મ 7 ઓક્ટોબર 1952 ના રોજ લેનિનગ્રાડમાં થયો હતો. પુતિન તેમના માતાપિતાના ત્રીજા સંતાન હતા. તેમની માતાનું નામ મારિયા ઇવાનોવના શેલોમોવા હતું, જ્યારે તેમના પિતાનું નામ સ્પિરિડોનોવિચ પુતિન હતું.
પુતિન લેનિનગ્રાડની પ્રાથમિક શાળામાં ભણ્યા હતા. તેમણે 1975 માં ડિપ્લોમા મેળવ્યો હતો. બાળપણથી જ તેમને જુડો, બોક્સિંગ, ઘોડેસવારી, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન અને ડાઇવિંગમાં રસ હતો. તેમણે જુડોમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો હતો. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, પુતિને KGB સ્કૂલમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. KGB એ રશિયાની ગુપ્તચર એજન્સીનું નામ છે. આ પછી તેમને પૂર્વ જર્મનીમાં નોકરી મળી.
પુતિન 1985 થી 1990 સુધી અહીં KGB એજન્ટ તરીકે કામ કરતા હતા. જર્મની પછી, પુતિન લેનિનગ્રાડ પહોંચ્યા અને અહીંથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1990 માં, પુતિન લેનિનગ્રાડના મેયરના સલાહકાર બન્યા. 1991 માં, તેઓ સેન્ટ પીટર્સબર્ગમાં વિદેશ બાબતોના વડા બન્યા.
1998માં, પુતિનને મોસ્કોમાં ગુપ્તચર એજન્સી FSB ના વડા બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન રશિયા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. 1999માં, બોરિસ યેલત્સિનના રાજીનામા પછી, પુતિનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. ત્યારથી, રશિયાની સત્તા વ્લાદિમીર પુતિનના હાથમાં છે.
Read MoreBRICS Summit Breaking : રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા, આજે PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
18મી બ્રિક્સ શિખર પરિષદમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ દિવસીય યાત્રાએ નવી દિલ્હી પહોંચી ગયા છે. આજે તેઓ બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
- Sachin Agrawal
- Updated on: Sep 11, 2026
- 7:36 am
સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ
જે લોકો પોતાની કંપનીમાં એપ્રેઝલની કે સેલરી વધવાની રાહ જોઈ રહ્યા હોય તેમના માટે આ સમાચાર છાતી પર ચાકુ રાખવા જેવા સાબિત થશે. જેનુ કારણ છે કે કોર્પોરેટ સેક્ટરમાં એમ્પલોઈએ કાગડોળે રાહ જોયા બાદ માંડ-માંડ તેને 10/12 ટકાનો વધારો મળે છે ત્યારે સિંગાપોરના વડાપ્રધાનની સેલરી જોઈને તેઓ ચોંકી જાય તો નવાઈ નથી. સિંગાપોરના PM ની સેલરીમાં તાજેતરમાં 64 ટકાનો વધારો કરાયો છે અને આ સાથે તેમની સેલરી વધીને થઈ ગઈ છે 27 કરોડ વાર્ષિક.... યસ, જે આપણા દેશના PM નરેન્દ્ર મોદી, ટ્રમ્પ, પૂતિન અને જિંનપિંગને મળતી સેલરી કરતા પણ અનેકગણી વધુ છે. તો વાંચો આખરે ટચુકડો એવો દેશ તેના PM ને શા માટે આટલો મોટો તગડો પગાર ચુકવે છે.
- Mina Pandya
- Updated on: Sep 10, 2026
- 6:59 pm
BRICS Summit 2026: નવી દિલ્હીમાં મળશે શી જિનપિંગ અને પુતિન; પીએમ મોદીની કૂટનીતિ પર વિશ્વની નજર
નવી દિલ્હીના ભારત મંડપમમાં 12-13 સપ્ટેમ્બરે 18મું બ્રિક્સ શિખર સંમેલન યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના વૈશ્વિક નેતાઓ ભાગ લેશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ફૂડ-એનર્જી સિક્યોરિટી અને 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' પર સહમતિ સાધવી ભારત માટે મહત્વની કસોટી રહેશે.
- Sachin Agrawal
- Updated on: Sep 10, 2026
- 5:38 pm
Baba Vanga : સપ્ટેમ્બર 2026 માં સાચી પડી શકે છે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, ધ્રૂજી ઊઠશે રુવાંડા
શું સપ્ટેમ્બર 2026 માનવ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થશે? બાબા વેંગાના દાવા મુજબ મહાભૂકંપ તો માત્ર શરૂઆત છે, ખરી તબાહી તો આકાશમાંથી આવવાની બાકી છે. વાંચો આ ચોંકાવનારો દાવો.
- Sachin Agrawal
- Updated on: Sep 2, 2026
- 6:08 pm
SCO સમિટમાં PM મોદીએ શાહબાઝ શરીફની કરી અવગણના, પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું, આતંકવાદની ઇકોસિસ્ટમને ખતમ કરો
SCO સમિટને સંબોધન કરતા PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આતંકવાદ અને તેને મળતા ભંડોળને લઈને સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવી જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદનો સામનો કરતી વખતે બેવડા ધોરણો માટે કોઈ જગ્યા નથી.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 1:45 pm
Breaking News : PM મોદી અને પુતિન વચ્ચે મુલાકાત, તેલ-ગેસથી લઈને ઈરાન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન મહત્વપૂર્ણ મુલાકાત થઈ. આ વાર્તામાં તેલ અને ગેસના પુરવઠા, ઊર્જા સુરક્ષા, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
- Sagar Solanki
- Updated on: Aug 31, 2026
- 7:53 pm
Breaking News : ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફ લાગશે, રશિયા પર પ્રતિબંધ; અમેરિકી સેનેટમાં બિલ પાસ
અમેરિકાની સેનેટે રશિયા અને તેના મુખ્ય ઊર્જા ખરીદદારો સામે કાર્યવાહી કરવા માટેના બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશોના માલ પર ટેરિફ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ બિલ House of Representatives માં જશે.
- Dhruval Shah
- Updated on: Aug 8, 2026
- 7:50 am
કોણ હતી પુતિનની ગર્લફ્રેન્ડ, જેના નામનો ખુલાસો કરનાર પત્રકારનું મોત, જાણો
રશિયન પત્રકાર ગ્રિગોરી નેખોરોશેવનું 69 વર્ષની વયે ઝેરી મશરૂમ ખાધા બાદ નિધન થયું છે. તેઓ 2008માં વ્લાદિમીર પુતિન અને એલિના કાબેવા વચ્ચેના કથિત સંબંધોનો ખુલાસો કરવા માટે જાણીતા હતા.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 7:47 pm
Breaking News: રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારેય પુરુ નહીં થાય? પુતિને ઝેલેન્સકીનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના બેઠકના પ્રસ્તાવને નકારી કાઢ્યો. તેમના વતન સેન્ટ પીટર્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય આર્થિક મંચને સંબોધતા, પુતિને ઝેલેન્સકીના ખુલ્લા પત્રને બેઠકનો પ્રસ્તાવ મૂકતા વાહિયાત ગણાવ્યા.
- Tanvi Soni
- Updated on: Jun 6, 2026
- 8:09 am
Putin Modi : શું અમેરિકા ભારત-રશિયા સંબંધોમાં તણાવ લાવવા માંગે છે? પુતિને કહ્યું ભારત પર દબાણ કરવું વ્યર્થ, PM મોદી ઝૂકવાના નથી!
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને ખૂબ જ વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું છે. તેમણે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે ભારત પર રશિયાથી દૂર રહેવા માટે દબાણ કરવાની તેની નીતિ સફળ થશે નહીં.
- Dhruval Shah
- Updated on: Jun 5, 2026
- 9:15 am
Breaking News : પુતિન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- મારા બેસ્ટ ફ્રેન્ડ છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના બેસ્ટ ફ્રેન્ડ કહી વખાણ કર્યા છે. એક દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ પીએમ મોદીના વખાણ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 5, 2026
- 7:54 am
150 વર્ષ જીવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ! તમે નહીં જાણતા હોવ ચોંકાવનારું કારણ
રશિયા $26 અબજના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય માનવ આયુષ્ય વધારવાનો અને વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરવાનો છે. રાષ્ટ્રપતિ પુતિનની દેખરેખ હેઠળ, વૈજ્ઞાનિકો જીન થેરાપી, 3D બાયોપ્રિન્ટિંગ અને અંગોના પુનર્નિર્માણ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી 150 વર્ષ સુધી જીવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: May 29, 2026
- 4:04 pm
Vladimir Putin: પુતિનનું ઈરાનને ખુલ્લું સમર્થન, કહ્યું કે તેહરાનના હિતમાં દરેક પગલું લેશે રશિયા
રશિયન રાષ્ટ્રપતિ અને ઈરાની વિદેશ મંત્રી વચ્ચેની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિને સ્પષ્ટ કર્યું કે રશિયા ઈરાન સાથે તેના વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખશે. તેમણે કહ્યું કે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે સહયોગ ચાલુ રહેશે.
- Dhruval Shah
- Updated on: May 5, 2026
- 8:07 am
વિરોધીઓનો ખાત્મો કરનાર Vladimir Putin આ મહિલા સામે ઝુક્યા, જુઓ.. કોણ છે રશિયન સત્તાની શાંતિ હલાવનાર આ મોડેલ?
રશિયામાં સામાન્ય રીતે વિરોધ દબાવવામાં આવે છે, ત્યારે મોડેલ વિક્ટોરિયા બોન્યાની ક્રેમલિન સામેની ટીકાએ ઇતિહાસ રચ્યો છે. તેમના વાયરલ વીડિયો પછી પહેલી વાર ક્રેમલિનને જાહેરમાં પ્રતિક્રિયા આપવી પડી.
- Sagar Solanki
- Updated on: Apr 20, 2026
- 2:09 pm
Breaking News: રશિયાની ભારતને ‘મોટી ઓફર’! આ બંને દેશોની જુગલબંધી ચીન અને અમેરિકાની ઊંઘ ઉડાડશે
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલ બજારની ઉથલપાથલ વચ્ચે રશિયાએ ભારતનો હાથ મજબૂતીથી પકડ્યો છે. આખરે દિલ્હીમાં થયેલી હાઈ-પ્રોફાઈલ બેઠકોમાં એવા કયા નિર્ણયો લેવાયા કે, જેને ચીન અને અમેરિકાની ઊંઘ ઉડાડી દીધી?
- Ravi Prajapati
- Updated on: Apr 4, 2026
- 1:21 pm