પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકોને કહી રહ્યા છે કે હવે "ફેમિલી ડૉક્ટર નહીં. પરંતુ, ફેમિલી ખેડૂત શોધી લો. કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય." વડોદરાના શિનોરના બાવળિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી. અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાંકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને લીધે.બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે જરૂરી છે કે લોકો પ્રાકૃતિક ખેતીથી એવી રીતે જોડાઈ જાય કે. ફેમિલી ડૉક્ટર રાખવાનું જ ભૂલી જાય. તેમણે જણાવ્યુ હતું કે પ્રાકૃતિક ખેતીને લીધે બીમારી ઘટતા. ડૉક્ટરની જરૂર ઓછી પડે.