AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત બોર્ડનો મોટો છબરડો, ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી

ગુજરાત બોર્ડ દ્વારા ધુળેટીના દિવસે પરીક્ષા ગોઠવવાનો ફરી એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 4 માર્ચે વિવિધ વિષયોના પેપરો જાહેર રજાના દિવસે રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે.

Breaking News : ગુજરાત બોર્ડનો મોટો છબરડો, ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2025 | 2:47 PM
Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો ફરી એક છબરડો સામે આવ્યો છે. રંગોના તહેવાર ધુળેટીના દિવસે જ પરીક્ષાનું પેપર મુકાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોર્ડ દ્વારા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવવાનો નિર્ણય ચર્ચાનો વિષય બની ગયો છે.

માહિતી મુજબ 4 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પેપર પણ એ જ દિવસે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધૂળેટીના દિવસે અર્થશાસ્ત્ર અને નામાના મૂળતત્ત્વોના પેપર પણ મુકાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસંતોષ વધી ગયો છે.

વિશેષ નોંધનીય છે કે વર્ષ 2023માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષાનું આયોજન કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના ભારે વિરોધ બાદ બોર્ડને નિર્ણય બદલવો પડ્યો હતો. ત્યારે બોર્ડે ભૂલ સ્વીકારી શેડ્યૂલમાં ફેરફાર કર્યો હતો.

આ વખતે પણ જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે ઉત્સવના દિવસે પરીક્ષાની ચિંતા વચ્ચે તેઓ કેવી રીતે તૈયારીઓ કરી શકશે. વાલીઓએ પણ બોર્ડને વિદ્યાર્થીઓની ભાવનાઓ સમજતા સમયપત્રકમાં જરૂરી બદલાવ કરવાની માંગ કરી છે.

(ઈનપુટ ક્રેડિટ – નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">