પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો
ભારતમાં કોઈ આંદોલનો થાય કે સરકાર સામે વિરોધનો વંટોળ ભડકી ઉઠે તો આપણે અનેકવાર સત્તાધિશોને એવુ કહેતા સાંભળ્યા છે કે આ વિરોધ વિદેશી તાકતો કરાવી રહી છે. તો એ વિદેશી તાકતો કઈ છે ? ભૂતકાળમાં આ વિદેશી તાકતોએ અનેક દેશોમાં તખ્તાપલટ કરાવી દીધા છે. દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે તો આખરે આ વિદેશ તાકતો કઈ છે અને આ તાકાત પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ હોય છે. વાંચો

છેલ્લા કેટલાક સમયથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં ચાલી રહેલી સરકાર ગમે ત્યારે પડી શકે છે. હવે લોકોનો મોદી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ગઠબંધનના અન્ય સહયોગીઓ મોદીથી ખુશ નથી. યુવાનોમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ છે અને તેઓ ગમે ત્યારે વિદ્રોહ પર ઉતરી શકે છે. છેલ્લા થોડા મહિનાઓમાં આવું ક્યાંકને ક્યાંક વાંચવા કે સાંભળવા મળ્યુ હશે. જ્યારે બીજી તરફ આ જ ટાઈમલાઈન પર આપણા પાડોશી દેશોમાં કેટલીક એવી ઘટનાઓ ઘટે છે જે આપણને વિચારવા માટે મજબુર કરે છે. બહુ દૂર જવાની જરૂર નથી હજુ ગત વર્ષે જૂન-જૂલાઈમાં બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા અને હાલમાં જ નેપાળમાં ભડકેલા વિદ્રોહે ત્યાંના સત્તાધિશોના સિંહાસનોને હચમચાવી દીધા. આ વિરોધમાં એક વસ્તુ જે સમાન જોવા મળી હતી, તે એ હતી કે આ બંને દેશ ભારતના પડોશી દેશ છે, જેમની સાથે...
