Rajkot : જસદણ તાલુકા શાળામાં ધોરણ 1 અને 2માં હજુ નથી મળ્યા પુસ્તકો ! પાઠ્ય પુસ્તકના અભાવથી વાલીઓ ચિંતિત, જુઓ Video
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાઓમાં ધોરણ-1 અને ધોરણ-2ના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક ન મળ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. બાલવાટિકાના વિદ્યાર્થીઓ પણ પુસ્તક વગર ભણી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાઓમાં ધોરણ-1 અને ધોરણ-2ના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક ન મળ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. બાલવાટિકાના વિદ્યાર્થીઓ પણ પુસ્તક વગર ભણી રહ્યા છે. દિવાળી બાદ શાળાનું બીજું સત્ર શરૂ થયું તેને પણ બે મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી બાળકોને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. પાઠ્યપુસ્તક ન મળતા વાલીઓ પણ ચિંતિત છે.
તો બીજી તરફ જસદણની કૈલાસનગર તાલુકા શાળાના આચાર્યે પણ આડકતરી રીતે સ્વિકાર કર્યો હતો કે હજુ પુસ્તકો આવ્યા નથી. ધોરણ-1ના વિદ્યાર્થીઓ હાલ બીજા સત્રમાં પુસ્તક વગર ભણી રહ્યા છે.
DEOએે પાઠ્ય પુસ્તક ન હોવાની વાત નકારી
પાઠ્ય પુસ્તક મુદ્દે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સુધી પાઠ્યા પુસ્તકો પહોંચ્યા નથી. આવા સંજોગોમાં આ વિદ્યાર્થીઓ કંઈ રીતે ભણશે?
તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠ્ય પુસ્તક ન હોવાની વાતને નકારી છે. તેમણે કહ્યું કે પાઠ્ય પુસ્તકનો અભાવ નથી. નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ-1 અને 2માં વિવિધ પ્રવૃત્તિના આધારે ભણતર કરાવવામાં આવે છે. જેમાં સંપૂર્ણ સાહિત્ય બાળકો સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું. બીજા સત્રમાં છે પુસ્તકના અભાવની વાત થઈ રહી છે. તે પૂરક સાહિત્ય છે અને તે પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
