કોલકાતાના હાવડા બ્રિજને લઈને ભૂતકાળના પેટાળમાં પડેલા છે એવા રહસ્યો… જે તમને હેરાન કરી દેશે- વાંચો
હુગલી નદી પર બનેલો કોલકાતા અને હાવડાને જોડતો હાવડા બ્રિજ, એક એવો અદ્ભુત બ્રિજ છે જેમાં ન તો વચ્ચે કોઈ પિલર છે અને ન તો તેમાં કોઈ નટ-બોલ્ટ લાગેલા છે. આખરે કેમ ઠીક 12 વાગ્યે આ બ્રિજને બંધ કરી દેવામાં આવે છે? અને આ બ્રિજના નામમાં પણ રહસ્ય છે. ખરેખર, આ બ્રિજનું અસલી નામ તો કંઈક બીજું જ છે, પરંતુ લોકો તેને હાવડા બ્રિજથી જ ઓળખે છે. કહેવાય છે કે આ બ્રિજની એક ચાવી પણ છે, જે આજે પણ અંગ્રેજોએ ભારતને નથી આપી. હાવડા બ્રિજને લઈને આવા અનેક કિસ્સા પ્રચલિત છે, જેની પાછળનું સત્ય ખુદ હાવડામાં રહેતા લોકોને પણ નથી ખબર.

જો તમે ભારતવાસી છો અને જો તમે ગામ-કસબામાં રહો છો અથવા તમારી દાદી-નાનીના મોઢેથી વાર્તાઓ સાંભળી છે, તો આ વાત પણ તમે ક્યારેક ને ક્યારેક સાંભળી હશે કે જ્યારે પણ કોઈ મોટો બાંધ કે મોટો બ્રિજ બને છે અથવા કોઈ તળાવ ખોદવામાં આવે છે, તો તે માનવ બલિ માંગે છે. કહેવત છે કે જ્યારે પણ કંઈક મોટું બને છે તો બલિદાન દેવુ પડે છે, એટલે કે કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જેના પછી જ તૈયાર થયેલી વસ્તુ મજબૂતી સાથે ઊભી રહે છે. હાવડા બ્રિજને લઈને પણ આજ વાત કહેવામાં આવે છે. લોકો દ્વારા આ કહાની પ્રચલિત છે કે હાવડા બ્રિજ જેવા મોટા બ્રિજને તૈયાર કરતી વખતે ઘણા લોકોની બલિ દેવામાં આવી હતી. જો કે tv9 આ વાતની પુષ્ટિ કરતુ નથી. તે માત્ર એક અફવા...
